ગુજરાતી

રશિયામાં ડોઝની અછતને પગલે કોરોના વેક્સીનની ટ્રાયલ અચાનક અટકાવાઇ

  • રશિયામાં વેક્સીનની વધતી માંગ સામે ડોઝની અછતને કારણે લેવાયો નિર્ણય
  • રશિયાની સરકારે નવા સ્વયંસેવકો પર કોરોની વેક્સીનની ટ્રાયલને અટકાવી
  • આ વેક્સીનના પરીક્ષણમાં અત્યારસુધી 85 ટકા લોકોને કોઇ આડઅસર થઇ નથી

મોસ્કો: રશિયામાં કોરોનાની વેક્સીનના ટ્રાયલને હાલમાં રોકવામા આવી છે. રસીની વધતી માંગ સામે ડોઝની અછતને પગલે નવા સ્વયંસેવકો પર કોરોના વેક્સીનની ટ્રાયલને અચાનક રોકવામાં આવી છે. આ અંગે ગુરુવારે પરીક્ષણ કરી રહેલી કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે મોસ્કોની મહત્વાકાંક્ષી કોરોના રસીની યોજના પર રોક લાગવી એક ઝટકા સમાન છે.

આપને જણાવી દઇએ કે રશિયા દ્વારા શોધાયેલી કોરોના વેક્સીન સ્પુતનિક વીના અત્યાર સુધીના પરીક્ષણ દરમિયાન 85 ટકા લોકોને તેની કોઇ આડઅસર થઇ નથી. આ વેક્સીન વિકસાવનાર ગાલમેયા રિસર્ચ સેન્ટરના હેડ એલેક્ઝેન્ડર ગિંટ્સબર્ગે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના વેક્સીનની સાઇડ ઇફેક્ટ 15 ટકા લોકો પર જોવા મળી છે. સ્પુતનિક વીના હાલમાં ત્રીજા તબક્કાના ટ્રાયલ્સ ચાલી રહ્યા છે.

બીજી તરફ ભારતમાં રશિયાની કોરોના વેક્સીનનું ટ્રાયલ આગામી માર્ચ મહિનામાં પૂર્ણ થઇ શકે છે. રશિયન વેક્સીનનું ભારતમાં ટ્રાયલ કરી રહેલી હૈદરાબાદ સ્થિત ડૉ.રેડ્ડીઝ લેબએ જણાવ્યું કે રશિયાની કોરના રસીના ત્રીજા તબક્કાનું હ્મુમન ટ્રાયલ માર્ચ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. સ્પુતનિક વી વેક્સીનના મધ્યમ તબક્કાના પરીક્ષણ માટે નોંધણી આગામી કેટલાક સપ્તાહમાં શરૂ થશે અને તે ડિસેમ્બર સુધીમા સમાપ્ત થવાની શક્યતા છે.

નોંધનીય છે કે સ્પુતનિક વીનું ભારતમાં પરીક્ષણ કરવા માટે ડૉ.રેડ્ડીને ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ મંજૂરી આપી હતી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા પણ વેક્સીનને મંજૂરી મળી છે.

(સંકેત)

Related posts
Internationalગુજરાતી

ટ્વીટરે અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર એકાઉન્ટ પોટસને રીસેટ કર્યું

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડનને અધિકૃત પોટસ એકાઉન્ટ મળ્યું આ ટ્વીટર હેન્ડલ હવે વેરિફાઇ પણ થઇ ચૂક્યું છે પોટસ હેન્ડલના લાઇવ થયાની…
Internationalગુજરાતી

ભારતનો ભૂલ ભરેલો નકશો દર્શાવવા બદલ BBCએ માફી માગી

BBCએ થોડાક સમય પહેલા ભારતનો ભૂલ ભરેલો નકશો રજૂ કર્યો હતો જો કે હવે બીબીસીએ આ મુદ્દે ભારતની માફી માગી લીધી છે…
Internationalગુજરાતી

એક તરફ બાઇડેને શપથ ગ્રહણ કર્યા, બીજી તરફ ચીને અમેરિકાના 28 અધિકારીઓ પર મૂક્યો પ્રતિબંધ

જો બાઇડેનના શપથ ગ્રહણ બાદ ચીને મોટું પગલું ભર્યું ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાનના 28 અધિકારીઓ પર મૂક્યો પ્રતિબંધ આ અધિકારીઓએ ચીન-અમેરિકાના…

Leave a Reply