Site icon Revoi.in

સીરિયામાં મોંઘવારી દર આસમાને, 5000 લીરાની નવી નોટો છાપવી પડી

Social Share

દમાસ્કસ: સીરિયામાં મોંઘવારી આસમાને પહોંચી ચૂકી છે, અત્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે સીરિયાની સરકારને હવે 5 હજાર લીરાની નવી નોટ જારી કરવી પડી છે. સીરિયાનાં ચલણમાં હોય તેવી આ સૌથી મોટી નોટ છે. સીરિયાની કેન્દ્રીય બેંકએ નવી નોટ અંગે કહ્યું કે બજારની જરૂરિયાતને પૂરી કરવા માટે આ નોટ જારી કરવામાં આવી છે, આ બેંક નોટમાં એક તરફ સીરિયાના ઝંડાને સલામી આપતા સૈનિકની તસવીર છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સીરિયા અંદાજે 1 દશકાથી ગૃહ યુદ્વ સામે ઝઝુમી રહ્યું છે. વર્ષ 2011માં સ્થાનિક સંકટનો આરંભ થયા બાદ સીરિયાનું ચલણ લીરા સતત નબળું પડી રહ્યું છે, 10 વર્ષ પહેલા એટલે કે 2011માં 1 ડોલર બરાબર 47 લીરા હતા, જે હવે નબળું પડીને 1 ડોલરનાં 1250 મળી રહ્યા છે, ખુલ્લા બજારમાં લગભગ 2500 સુધી પહોંચ્યું છે.

દેશનું ચલણ નબળું પડતા સીરિયામાં ખાદ્ય સામગ્રીઓ અને જરૂરી ચીજ વસ્તુઓની કિંમતો આસમાને પહોંચી છે, સીરિયાનાં કેન્દ્રીય સ્ટેટેસ્ટિક બ્યુરોનાં જણાવ્યા પ્રમાણે સરેરાસ મોંઘવારીનો દર વર્ષ 2020માં 200 ટકાએ પહોચ્યો હતો, ચીજોની મોંઘવારી 300 ટકા સુધી પહોંચી છે, જીવન જરૂરીયાતની ચીજો, ખાદ્ય પદાર્થો જેવા કે દાળ અને વનસ્પતિ તેલની કિંમતોમાં લગભગ 15 ટકાની વૃધ્ધી થઇ છે.

(સંકેત)