Site icon Revoi.in

અહીંયા 3200 વર્ષ જૂના નક્શામાં દેખાયું ‘બ્રહ્માંડ’

Social Share

નવી દિલ્હી: આપણું વિશ્વ અનેક અજાયબીઓથી ભરેલું છે. હવે તુર્કીના એક મંદિરમાંથી પુરાતત્વ વિભાગના ખોદકામ દરમિયાન બ્રહ્માંડનો નક્શો મળી આવ્યો છે. પથ્થરો પર કોતરવામાં આવેલી આકૃતિ 3200 વર્ષ જૂની હોવાનું મનાઇ રહ્યું છે. જેમાં એક અંડરવર્લ્ડનો પણ ઉલ્લેખ જોવા મળ્યો છે, જે ધરતીની નીચે સ્થિત છે. જે મંદિરમાંથી આ શોધખોળ કરાઇ છે તેને સૌથી પહેલાં ફ્રાંસના પુરાતત્વવિદ અને ઇતિહાસકાર ચાર્લ્સ ટેક્સિયરે 1834માં શોધ્યું હતું.

પ્રાપ્ત જાણકારી અનુસાર અહીં કોતરવામાં આવેલી આકૃતિમાં 90 વિવિધ પશુઓ, રાક્ષસ અને ભગવાનની આકૃતિ જોવા મળી છે. આ શોધ બાદ તેને સમજવામાં 200 વર્ષ લાગી ગયા, કારણ કે સંશોધનકર્તાઓને વિશ્વાસ છે કે, બ્રહ્માંડની આ તસવીરોમાં ધરતી, આકાશ અને એક અંડરવર્લ્ડ છે.

આ આકૃતિમાં ભગવાનને સૌથી ઉપર કોતરવામાં આવ્યા છે. બીજી તરફ, પૂર્વ અને પશ્ચિમ દિવાલો પર ઓછા લોકો છે. અહીં ચાંદના વિવિધ તબક્કા પણ છે, જેમાં જન્મ અને મોત બતાવવામાં આવ્યું છે. એક અંદાજા મુજબ, ત્યારે 17 ભગવાનની પૂજા કરવામાં આવતી હતી. એક રૂમમાં પેઈન્ટિંગમાં અંડરવર્લ્ડ અંગે બતાવવામાં આવ્યું છે.

એક સંશોધનકર્તાના જણાવ્યા મુજબ, મંદિરમાં બ્રહ્માંડની તસવીર બતાવવામાં આવી છે. જેમાં સ્થિર ધરતી, આકાશ અને અંડરવર્લ્ડ પણ છે.