Site icon Revoi.in

અમેરિકામાં ફાઇઝરના બૂસ્ટર ડોઝને મંજૂરી, જાણો કોને ડોઝ મળશે

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં હવે ફાઇઝર કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવી છે.

વિશ્વભરમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે હવે અમેરિકામા ફાઇઝર કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવી છે. અમેરિકન ખાદ્ય તથા ઔષધિ પ્રશાસને ફાઇઝ કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે. FDAના વિશેષજ્ઞ સલાહકારોની એક પેનલ અનુસાર ફાઇઝર ઇંક અને BioNTech એસઇ તરફથી બનેલી કોરોનાની વેક્સિનને બૂસ્ટર ડોઝ એ લોકોના આપવા જોઇએ જે ગંભીર રીતે પીડિત છે.

ફાયઝર અને FDAએ 16 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકો માટે બૂસ્ટર ડોઝની મંજૂરી માંગી હતી. જોકે વિશેષજ્ઞ સલાહકારોની પેનલે આ અરજીને ફગાવી દીધી. તેમણે સ્પષ્ટ કહી દીધું કે બૂસ્ટર ડોઝ ફક્ત 65 વર્ષથી વધારે ઉંમરના લોકો અથવા ગંભીર બિમારીથી પીડિત લોકોને આપવા જોઈએ, આની સાથે પેનલે કહ્યું કે બૂસ્ટર ડોઝ યુવાઓ માટે ખતરનાર સાબિત થઈ શકે છે.

અમેરિકન ખાદ્ય તથા ઔષધિ પ્રશાસનના વિશેષજ્ઞ પેનલે 16 અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે કોરોનાના બૂસ્ટર ડોઝની મંજૂરીની વિરુદ્ધ મતદાન કર્યુ. પરંતુ 65થી વધારે અને ઉચ્ચ જોખમ વાળા લોકો માટે ફાઈઝર કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે. પેનલે કોરોના રસીના બૂસ્ટર ડોઝ માટે 18-0થી મતદાન કર્યુ છે.