Site icon Revoi.in

અમેરિકા ભૂલ્યું ભારતનો ઉપકાર, હવે વેક્સીન બનાવવાનો કાચો માલ ભારતને નહીં આપે

Social Share

નવી દિલ્હી: અમેરિકા ભારતે તેના પર કરેલા ઉપકારને જાણે ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાએ એકવાર ફરી ભારતમાં કોવિડ વેક્સિન નિર્માણમાં ઉપયોગમાં લેવાતા કાચા માલની નિકાસ પર પ્રતિબંધો હટાવવાનો ઇન્કાર કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમે ભારતની અપીલને પૂરી કરતા પહેલા પોતાના નાગરિકોને પ્રાથમિક્તા આપીશું. તેમણે એમ પણ કહ્યું કે, અમેરિકાના લોકો પ્રત્યે અમારી વિશેષ જવાબદારી છે. ભારતમાં વધી રહેલી કોવિડની સુનામી વચ્ચે સહાયતાની અપીલ છતાં મદદથી ઇનકાર કરવાનો વૈશ્વિક પ્રભાવ જોવા મળી શકે છે.

અમેરિકા જ્યારે ગત વર્ષે કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝુમી રહ્યો હતો ત્યારે ભારતે તાત્કાલિક પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલ પર હાઇડ્રોક્સીક્લોરોક્વીનની કરોડો ટેબલેટ્સ આપી હતી. પરંતુ અમેરિકાએ જૂના ઉપકારને ભૂલતા સંકટના આ સમયમાં ભારતને મદદ કરવાની ના પાડી દીધી છે.

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ દલીલ કરી કે શંકા વિના આ અમારા હિતમાં નથી કે અમેરિકાના લોકો વેક્સિનેટ થાય, પરંતુ આ બાકી દુનિયા માટે પણ લાભદાયી નિર્ણય છે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેનની સાથે વેક્સિનના કાચા માલને લઇને અનેક વખત વાત કરી છે.

(સંકેત)