Site icon Revoi.in

વિશ્વમાં કોરોના હજુ પણ ધીમો પડ્યો નથી: WHO

Social Share

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરની અસર હવે ઓછી થઇ રહી છે ત્યારે કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટે ફરી ચિંતા વધારી છે. વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ફરી વધી રહી છે. આ અંગે વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોના મહામારી હજુ ધીમી પડી નથી.

વિશ્વના ઘણા દેશોમાં વેક્સિનેશન અને હોસ્પિટલાઇઝેશનમાં ઘટાડો થયો છે. વિશ્વના ઘણા ભાગોમાં ઓક્સિજનની તંગી, હોસ્પિટલોમાં બેડનો અભાવ અને ઉચ્ચ મૃત્યુદર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 5,00,000 જેટલા કેસ નોંધાયા છે અને 9300 લોકોના મોત થયા છે જે દેખાડે છે કે કોરોના હજુ ધીમો પડ્યો નથી.

આફ્રિકામાં છેલ્લા બે સપ્તાહમાં મૃત્યુના દરમાં 30થી 40 ટકાનો વધારો થયો છે. કેસ અને મૃત્યુના દરમાં વધારો થવાનું મુખ્ય કારણ ડેલ્ટા વેરિયન્ટ, વૈશ્વિક ધીમું રસીકરણ અને કોરોનાના પ્રતિબંધોમાં મળેલી છૂટછાટ છે, તેમ તેમણે જણાવ્યું હતું.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ સપ્તાહે વિશ્વની સરકારોને ચેતવણી આપી છે કે તેઓ અનલોકની પ્રક્રિયા દરમિયાન સાવચેતી રાખે. ઈંગ્લેન્ડમાં બાકી રહેલા પ્રતિબંધો 19 જૂલાઈએ હટાવી લેવામાં આવશે તથા માક્સ પહેરવું પણ વ્યક્તિગત પસંદ હશે. અમેરિકા અને યુરોપના મોટા ભાગના દેશોમાં કોરોનાના કેસ ઘટતા પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે.