Site icon Revoi.in

Nobel Peace Prize 2021: પત્રકાર મારિયા રેસા અને દમિત્રી મુરાટોવને નોબેલ શાંતિ પુરસ્કાર અપાશે

Social Share

નવી દિલ્હી: કેમિસ્ટ્રી, ફિઝિક્સ બાદ હવે આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારની ઘોષણા કરાઇ છે. આ વર્ષે ફિલિપાઇન્સના પત્રકાર મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવશે. અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષામાં તેમના પ્રયાસો માટે આ પુરસ્કાર અપાશે.

વિશ્વમાં લોકશાહી અને શાંતિ માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે તેવું નોબેલ સમિતિનો અભિપ્રાય છે. ગત વર્ષે, નોબેલ શાંતિ પુરસ્કાર વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને આપવામાં આવ્યો હતો, જે વર્ષ 1961માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડ્વાઇટ આઇશનોવરે શરૂ કર્યો હતો.

શા માટે મારિયા રેસાને પુરસ્કાર

પોતાના દેશ ફિલિપાઇન્સમાં સત્તાનો દુરુપયોગ, સરમુખત્યારશાહી, હિંસાને સામે લાવવા માટે અભિવ્યક્તિનો સ્વતંત્રતાપૂર્વક ઉપયોગ કરવા માટે મારિયા રેસાના આ પુરસ્કાર એનાયત કરાશે.

દિમિત્રી એન્ડ્રીવિચ મુરાટોવે રશિયામાં નોવાજા ગાઝેટા નામના અખબારની સહ-સ્થાપના કરી છે. સમિતિ અનુસાર તે રશિયામાં અત્યારસુધીનું સૌથી સ્વતંત્ર અખબાર છે. મુરાટોવ કેટલાક દાયકાઓથી રશિયામાં વાણી સ્વાતંત્ર્યનો બચાવ કરી રહ્યો છે.