Site icon Revoi.in

અમેરિકન સરકારે માસ્ક ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી, સર્વોત્તમ માસ્ક ડિઝાઇનને $5 લાખનું મળશે ઇનામ

Social Share

નવી દિલ્હી: હાલમાં કોરોનાને કાબૂમાં લેવા માટે માસ્ક એક અસરકારક સાધન છે ત્યારે અમેરિકી સરકારે માસ્કની ડિઝાઇન સુધરે એ માટે ઝૂંબેશ શરૂ કરી છે. અમેરિકી હેલ્થ વિભાગની વેબસાઇટ પર ઇનામની જાહેરાત પણ કરાઇ છે. આ મુજબ માસ્કની સર્વોત્તમ ડિઝાઇન તૈયાર કરનારા અમેરિકનને 5 લાખ ડૉલર સુધીનું ઇનામ મળશે.

હાલમાં લોકોને માસ્ક પહેરવા સમયે તેની ડિઝાઇને કારણે તકલીફ પડી રહી છે. ભવિષ્યમાં માસ્ક લાંબો સમય પહેરવાનું થાય તો તે સરળ હોય તે આવશ્યક છે. ચહેરા પર ખંજવાળ, ઉશ્વાસ ચશ્માં પર જામ થવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે અનેક પ્રકારની અડચણો માસ્ક પહેરવા સમયે થાય છે. આ બધી અડચણોથી મુક્તિ અપાવે તેવી ડિઝાઇન અમેરિકી સરકાર શોધી રહી છે.

આ માટે 21મી એપ્રિલ સુધીમાં માસ્ક ડિઝાઈન કરી મોકલવાની રહેશે. પાંચ લાખ ડૉલરની રકમ કોઈ એક વ્યક્તિને નહીં મળે પણ એ વિવિધ વિજેતાઓ વચ્ચે વહેંચી દેવાશે. માસ્ક ઈનોવેશન ચેલેન્જ નામની આ સ્પર્ધા અત્યારે અમેરિકી સરકારની ધ બાયોમેડિકલ એડવાન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંચાલિત કરાઈ રહી છે.

સ્પર્ધામાં અનેક શરતો લાગૂ કરાઇ છે જેમ કે માસ્ક પહેર્યા પછી બોલતી વખતે તકલીફ ના પડતી હોવી જોઇએ અને સાંભળનારને પણ સરળતા રહેવી જોઇએ. પ્રારંભમાં સ્પર્ધા દરમિયાન 40 શ્રેષ્ઠ આઇડિયાને પસંદ કરાશે.

(સંકેત)