Site icon Revoi.in

ગ્લોબલ વોર્મિંગ: 10 વર્ષ પહેલા જ પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી વધી જશે

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં વધી રહેલા પ્રદૂષણને કારણે ગ્લોબલ વોર્મિંગ પણ વધી રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગના જોખમો પણ આપણી ધારણા કરતાં વધારે છે. ગ્લોબલ વોર્મિંગને લગતા એક રિપોર્ટમાં કેટલાક જોખમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર શહેર ગ્લોબલ વોર્મિંગના હોટસ્પોટ બની ગયા છે કારણ કે ત્યાં વાતાવરણને ઠંડુ રાખવાની અને પાણી તથા વનસ્પતિના સ્ત્રોત ઓછા હોય છે. વૈશ્વિક સ્તરે સમુદ્રની સપાટી 1901થી 2018 વચ્ચે 0.20 મીટર વધી ગઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર UNની નેશન્સ ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઑન ક્લાઇમેટ ચેન્જે એક રિપોર્ટ જારી કર્યો હતો. હાલમાં ભારત પણ આ પેનલનો ભાગ છે. વૈજ્ઞાનિકોએ આ રિપોર્ટ માટે ધરતીની ઇકો સિસ્ટમ અને હવામાનનું આકલન કર્યું હતું. તેમાં ગ્લોબલ વોર્મિંગના ભાવિ જોખમો અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

જોકે, કાર્બન ડાયોક્સાઈડ અથવા તો ધરતીનું તાપમાન વધારનારા અન્ય ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવાથી ગ્લોબલ વોર્મિંગની અસરને વધારે ઘાતક બનતા અટકાવી શકાય છે. પરંતુ આ માટે વિશ્વના તમામ દેશોએ એક થઈને સહમતી દેખાડવી પડશે. આ વર્ષે બ્રિટનમાં કાર્બન ઉત્સર્જક દેશોની બેઠક યોજાવાની છે જેમાં પ્રદૂષણ ફેલાવનારા તત્વોમાં ઘણો ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે.

પૃથ્વીના તાપમાનને સ્થિર કરવામાં 20થી 30 વર્ષ લાગી જશે. આ રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે પૃથ્વી ઝડપથી ગરમ થઈ રહી છે. પૃથ્વીનું તાપમાન 2030 સુધીમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધી જશે. અગાઉ આ અનુમાન 2040 સુધીનું હતું. આ સૌથી મોટું જોખમ છે.