Site icon Revoi.in

USમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે બાઇડેનની લોકોને ચેતવણી, વેક્સિન ના લેવાને કારણે વધી શકે છે મોત

Social Share

નવી દિલ્હી: વિશ્વના 77 દેશોમા ઓમિક્રોન પગપેસારો કરી ચૂક્યું છે ત્યારે અમેરિકામાં પણ ઓમિક્રોનની દહેશત વધી રહી છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આ વેરિએન્ટને લઇને લોકોને સતર્ક રહેવા કહ્યું છે.

આ અંગે જો બાઇડને કહ્યું હતું કે, અમેરિકામાં પણ કોવિડના કેસોમાં ફરીથી વધારો થઇ રહ્યો છે તેમજ ઠંડીની ઋતુને કારણે પણ સાવચેત રહેવાની જરૂર છે. તેમણે રસી ના લેનારાને ચેતવણી આપી હતી કે, તેઓનું મોત પણ થઇ શકે છે.

બાયડને લોકોને બુસ્ટર ડોઝ લેવાની વકીલાત કરી હતી. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આ ઠંડીની ઋથુ ગંભીર બીમારી વાળી નજરે પડી રહી છે અને વેક્સિન ના લેનારાઓનું મોત પણ થઇ શકે છે. જો તમે રસી લીધી છે અને તેમ છતાં નવા વેરિએન્ટથી ભયભીત છો તો બુસ્ટર ડોઝ લઇ લો. જો તમે વેક્સિન નથી લીધી તો પહેલા વેક્સિન લો. આપણે બધા ઓમિક્રોન વેરિએન્ટ સામે એકજૂટ થઇને લડીશું.

અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડને ઓમિક્રોન વેરિએન્ટના પ્રસાર પર નિયંત્રણ બદલ પ્રશાસનની સરાહના કરી હતી. બાયડને કહ્યું કે, ઓમિક્રોન અહીં છે, હવે ફેલાઇ રહ્યો છે તેથી વેક્સિન લઇ લેવી અનિવાર્ય છે.