Site icon Revoi.in

WORK FROM HOMEની ઉંધી અસર: મોટા ભાગનાને ઓફિસના સહકર્મીને નથી મળવુ, તો કેટલાકને ઓફિસ નથી જવુ

Social Share

અમદાવાદ: કોરોનાવાયરસના સંક્રમણના કારણે મોટા ભાગના વેપાર-ધંધાને અસર થઈ છે. આવા સમયમાં કેટલીક કંપનીઓએ ઓફિસનું કામ થતુ રહે તે માટે તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી હતી અને કેટલીક ઓફિસમાં તો હજુ પણ કેટલાક કર્મીઓ ઘરેથી જ કામ કરે છે.

આ પ્રકારની સુવિધાથી કદાચ કંપનીઓને પોતાનું કામ તો નીકળી ગયુ પણ કર્મચારીઓમાં એવી અસર જોવા મળી કે હવે તેઓ પોતાના સહકર્મીઓને મળવા નથી માંગતા, ઓફિસ જવા નથી માંગતા અને ફૂલ પેન્ટ પહેરવાનો પણ કંટાળો આવવા લાગ્યો છે.

મોટાભાગની કંપનીઓએ કર્મચારીઓના આરોગ્યના રક્ષણ માટે આ નિર્ણય લીધો છે. કોરોના મહામારીને દોઢ વર્ષ થવા આવ્યું છે, ત્યારે આ વર્ક ફ્રોમ હોમનું ચલણ સામાન્ય બની રહ્યું છે.

તાજેતરમાં ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ટ્વિટરના મધ્યમથી લોકોના વર્ક ફ્રોમ હોમ અંગેના વિચારો સામે મૂક્યા હતા. તેમણે પાઇ ચાર્ટની તસવીર પોસ્ટ કરી ઓફિસ ન જવા અંગે લોકોના કારણો દર્શાવ્યા હતા. જેમાં કર્મચારીઓએ તેમના પરિવારોની આસપાસ રહેવા માંગતા હોવાનું, ઘરે વધુ પ્રોડક્ટિવ હોવાનું કારણ આગળ ધર્યું હતું. આ ઉપરાંત અમુક કર્મચારીઓનું કહેવું છે કે તેઓ ટ્રાફિકમાં સમય બરબાદ કરવા નથી માંગતા.

આ બાબતે કેટલાક લોકોએ રમૂજી કારણો પણ આપ્યા હોવાનો ગોએન્કાએ ઉલ્લેખ કર્યો છે. કેટલાક કર્મચારીઓને ઓફિસે ફૂલ પેન્ટ પહેરવાની ઈચ્છા ન હોવાથી ઓફિસે નથી જવું. ઘરે ટૂંકા વસ્ત્રો કર્મચારીઓને વધુ માફક આવી ગયા હોવાનું આ કારણ પરથી સામે આવે સામે આવે છે. જ્યારે કેટલાક કર્મચારીઓને સહકર્મીઓને નથી મળવું, એટેલે તેઓ વર્ક ફ્રોમ હોમ કરવા ઈચ્છે છે.

જો કે કેટલાક જાણકારો દ્વારા પહેલાથી જ કહી દેવામાં આવ્યું હતુ કે વર્ક ફ્રોમ હોમ એ temporary ઓપ્શન છે તેને permanent  ઓપ્શન ન બનાવી શકાય. અને આ પ્રકારની ભવિષ્યમાં કર્મચારીઓને તકલીફ ઉભી થશે તેના વિશે પહેલાથી જ જાણકારો દ્વારા જાણકારી આપી દેવામાં આવી હતી