Site icon Revoi.in

TATA IPL-2022નો આજથી પ્રારંભ: પહેલી મેચ ચેન્નાઈ અને કોલકત્તા વચ્ચે રમાશે

Social Share

તમામ ભારતીયોને છે પસંદ આઈપીએલ
આઈપીએલ 2022નો આજથી પ્રારંભ
આઈપીએલ 2022ની 15મી સિઝન

મુંબઈ: આઈપીએલ 2022નો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે પહેલી મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવા જઈ રહી છે. 2021માં વાનખેડે ખાતે જ ફાઇનલ મુકાબલો રમી હતી જેમાં ધોનીની સુપર કિંગ્સ ટીમે ચોથી વખત ટાઇટલ જીત્યું હતું.

ચેન્નઇએ વાનખેડે ખાતે અત્યાર સુધીમાં 19 મેચ રમી છે જેમાં તેણે 12માં વિજય મેળવ્યો છે અને સાત મુકાબલા ગુમાવ્યા હતા. ચેન્નઇએ આ ગ્રાઉન્ડમાં 50 ટકાથી વધારે મેચો જીતી છે. કોલકાતા નાઇટ રાઇડર્સનો વાનખેડે ખાતેનો રેકોર્ડ નિરાશાજનક રહ્યો છે. કોલકાતાએ અત્યાર સુધીમાં 12 મેચ રમી છે અને 11 મેચમાં પરાજયનો સામનો કર્યો હતો.

ચેન્નઇ અને કોલકાતા આઇપીએલમાં કુલ 26 વખત આમને સામને થઈ છે જેમાં ચેન્નઇની ટીમે 18 વખત વિજય હાંસલ કર્યો છે. કોલકાતાએ નવ મેચ જીતી હતી અને એક મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું. ચેન્નઇની ટીમે 2021ની સિઝનમાં ફાઇનલ સહિત ત્રણ મેચમાં કોલકાતાને હરાવ્યું હતું.

આઇપીએલ 2020ના બીજા ભાગમાં ઋતુરાજ ગાયકવાડે અંતિમ ત્રણ મેચમાં ત્રણ અડધી સદી ફટકારીને તમામને પ્રભાવિત કર્યા હતા. તેણે ગયા વર્ષે હાઇએસ્ટ રન બનાવીને ઓરેન્જ કેપ પણ મેળવી હતી. 2021ની સિઝનના બીજા તબક્કામાં વેંકટેશ ઐયરે આક્રમક બેટિંગ કરીને ભારતની ટી20 ટીમમાં સ્થાન મેળવ્યું હતું. ગયા વર્ષે ઋતુરાજે હાઇએસ્ટ 439 રન બનાવ્યા હતા. વેંકટેશ 370 રન સાથે બીજા ક્રમાંકે રહ્યો હતો.