Site icon Revoi.in

સુરતમાં IPLની નકલી ટિકીટની વેચાણના કૌભાંડનો પર્દાફાશ, સાતની ધરપકડ

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઈપીએલનો માહોલ જામ્યો છે. તેમજ ક્રિકેટ પ્રેમીઓ પણ આઈપીએલની મેચ સ્ટેડિયમમાં બેસીને જોવા માટે પૈસા ખર્ચતા પણ અચકાતા નથી. બીજી તરફ જેનો ગેરલાભ લઈને નાણા પડાવવા માટે કેટલાક લોકોએ આઈપીએલની ટિકીટના વેચાણ અર્થે એક વેબસાઈટ પણ બનાવી હતી. દરમિયાન પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરીને સાત શખ્સોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આઈપીએલની નકલી ટીકીટ બોગસ વેબસાઈટ મારફતે વેચાણ કરી રહ્યાં હોવાની માહિતીના આધારે મુંબઈ સાયબર સેલે તપાસ આરંભી હતી. દરમિયાન સમગ્ર કેસનું પગેરુ સુરતથી મળ્યું હતું. જેથી મુંબઈ પોલીસે તપાસ સુરત સુધી લંબાવી હતી. દરમિયાન સુરતમાં IPLની નકલી ટિકિટ ઓનલાઈન વેચવાનું કૌભાંડ ઝડપાયું હતું.

મુંબઈ સાયબર સેલ એ મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીની કરી ધરપકડ કરી હતી. IPLની વેબસાઈટ જેવી જ ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી છેતરપિંડી કરતા હતા. નકલી ટિકિટો વેંચી કમાણી કરી રહ્યા હતા. ત્યારે આરોપીઓની ધરપકડ કરીને મુંબઇ સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરાઇ છે. સાતેય આરોપીઓને મુંબઈ લઈ જવાની કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગિતમાન કર્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં આઈપીએલની 17મી સીઝન ચાલી રહી છે. ભારત સહિત સમગ્ર દુનિયામાં ક્રિકેટ પ્રેમીઓ ઓનલાઈન સ્ટ્રીમમાં જોઈને આઈપીએલને નીહાળી રહ્યાં છે.