Site icon Revoi.in

ઈરાનને ક્યારેય નહીં મળે પરમાણુ હથિયાર: ડોનાલ્ડ ટ્રમ્પ

Social Share

ન્યૂયોર્ક, 14 એપ્રિલ 2026: ઇરાન અને અમેરિકા વચ્ચેની શાંતિ વાર્તા નિષ્ફળ રહેતા અમેરિકાએ ગત સાંજે સાડા સાત વાગ્યાથી ઇરાની બંદરોની સમુદ્રી નાકાબંધી શરૂ કરી છે. અમેરિકન કેન્દ્રીય કમાન્ડે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ ફારસ અને ઓમાનની ખાડી સ્થિત ઇરાનના તટીય ક્ષેત્રોમાં પ્રવેશ કરનારા અને બહાર જનારા જહાજો માટે લાગુ પડશે.

અમેરિકન સેનાએ ચેતવણી આપી છે કે કોઇ  પણ જહાજનો માર્ગ બદલી શકાય છે કે પછી તેને જપ્ત પણ કરી લેવામાં આવશે. તો ઇરાને કડક ચેતવણી આપતા  કહ્યું છે કે, તે પોતાના  જળમાર્ગમાં કોઈની દખલઅંદાજી ચલાવશે નહી. તો ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી એક વાર કહ્યું છે કે ઇરાનને  પરમાણુ હથિયાર બનાવવા દેવામાં આવશે નહીં. તો સંયુક્ત રાષ્ટ્રના વડા  એન્ટિરિયો ગુટેરેસે કહ્યું કે આ તણાવથી વૈશ્વિક વેપાર અને પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે.  તેવા સમયે અમેરિકા અને ઇરાને સંવાદ ચાલુ રાખીને યુદ્ધ વિરામનું પાલન કરવું જોઈએ.

આ પણ વાંચોઃ ઉનાળુ પાકનું વાવેતર 64 લાખ હેક્ટરને પાર, કઠોળ અને ડાંગરના ઉત્પાદનમાં વધારાની આશા

Exit mobile version