Site icon Revoi.in

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ રફામાં હુમલામાં 70થી વધારેના મોત

Social Share

નવી દિલ્હીઃ ગાઝાના રફામાં ઈઝરાયેલના હુમલાથી 70થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની હુમલો ન કરવાની સલાહ બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ સેનાને હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. હુમલા બાદ હમાસે પણ વર્ષો પહેલા થયેલા શાંતિ કરારનો પૂર્ણ કરી સૈન્ય દખલની ચેતવણી આપી છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ હુમલા મુદ્દે ચિંતા જતાવી હતી. WHOએ જણાવ્યું કે, ગાઝાના લાખો લોકો માટે રફા છેલ્લો વિસ્તાર છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઈઝરાયલની સેનાએ કોઈપણ નુકસાન વગર બે બંધકોને હમાસમાંથી બહાર કાઢી લીધા છે. આ બે બંધકોનું નામ ફર્નાંડો સાઈમન માર્મન (60 વર્ષ) અને લુઈસ હાર (70 વર્ષ) છે. આ બે વ્યક્તિ પાસે ઈઝરાયલ અને આર્જેન્ટીનાની નાગરિકતા છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મૈટ મિલરે જણાવ્યું કે, ઈઝરાયલનો અધિકાર છે કે, બંધકોને મુક્ત કરવા માટે ઓપરેશન શરૂ કરે. અમારું મુખ્ય લક્ષ્ય 134 બંધકોને મુક્ત કરવાનું છે.