Site icon Revoi.in

દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં પ્રથમ ક્રમે ઇઝરાઈલનું તેલ અવિવ, સસ્તા શહેરોમાં અમદાવાદનો સમાવેશ

Social Share

દિલ્હીઃ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજેન્સ યુનિટ(ઈઆઈયુ)એ રહેવાના હિસાબે દુનિયાના શહેરોની રેંકિંગ કરી છે. જેમાં ઈઝરાઈલના તેલ અવિવને દુનિયાનું સૌથી મોંઘુ શહેર બતાવાયું છે. દુનિયાના બાકી શહેરોની સરખામણીએ અહીં પહેવાનો ખર્ચ સૌથી વધારે છે. પહેલાના રિપોર્ટની સરખામણીએ આ વખતે તેલ અવીવ પાંચ સ્ટેપ ઉપર ચડીને પ્રથમ નંબર ઉપર આવી ગયું છું. આ વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 173 શહેરોમાં વસ્તુઓ અ સેવાઓની અમેરિકી ડોલરમાં તુલનાના આધારે જાહેર કરવામાં આવે છે.

આ રેંકિંગમાં સીરિયાની રાજઘાની દમિશ્કમાં રહેવા માટે સૌથી સસ્તુ શહેર દર્શાવવામાં આવ્યું છે. સસ્તા શહેરોની રેંકિંગમાં લીબિયાનું ટ્રાઈપોલી, ઉઝ્બેકિસ્તાનનું તાશકંદ, ટ્યુનીશિયાનું ટુનિસ, કજાકિસ્તાનનું અલ્માટી, પાકિસ્તાનનું કરાંચી, ભારતનું અમદાવાદ, અલ્જીરિયાનું અલ્ઝીયર્સ, અર્જેન્ટીનાનું બ્યુનિસ આયર્સ અને ઝામ્બિયાનું લુકાસા શહેરનો સમાવેશ થાય છે.

તેલ અવિવને રેંકિંગમાં આ જગ્યા ડોલરની સરખામણીએ અહીંની રાષ્ટ્રીય મુદ્રા, શેકેલ, પરિવહન અને ઘરેલુ સામાનની કિંમતોમાં વૃદ્ધિને કારણે મળી છે. રેંકિંગમાં પેરિસ અને સિંગાપુર સંયુક્ત રૂપે બીજા સ્થાને છે. જે બાદ જ્યુરિખ અને હોંગકોંગનો નંબર છે. ન્યૂયોર્ક છઠ્ઠા અને જીનેવા સાતમાં ક્રમે છે. આઠમાં સ્થાને કોપેનહેગન, નૌવેંનું લોસ એન્જિલ્સ અને 10માં સ્થાન ઉપર જાપાનનું ઓસાકા શહેર છે. ગયા વર્ષે પેરિસ, જ્યુરિખ અને હોંગકોંગ સંયુક્ત રીતે પ્રથમ સ્થાન ઉપર હતા.

આ વર્ષે આ ડેટા ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લેવામાં આવ્યાં હતા. જ્યારે દુનિયાભરમાં માલ અને દૈનિક ઉપયોગની વસ્તુઓની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. જે અનુસાર સ્થાનિય કિંમતોમાં લગભગ 3.5 ટકાનો વધારો થયો છે. જે ગત પાંચ વર્ષમાં સૌથી તેજ મુદ્રાસ્ફિતિ દર છે. ઈઆઈયુમાં વર્લ્ડ કોસ્ટ ઓફ લિવિંગના પ્રમુખ ઉપાસના દત્તના મતે, કોરોના મહામારીને કારણે લાગેલા નિયંત્રોને કારણે માલની અપૂરતી ઉભી થતા કિંમતમાં વધારો થયાનું મનાઈ રહ્યું છે.