Site icon Revoi.in

ગુજરાતમાં 5મી ફેબ્રુઆરીથી ઠંડી વધશેઃ કચ્છમાં કોલ્ડવેવની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે કડકડતી ઠંડી અનુભવતા લોકોને રાહત મળી છે. જો બે દિવસ બાદ ફરીથી ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તેમજ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આ પરાંત દરિયામાં પવનની ગતિ તેજ રહેવાની શકયતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી અનુભવતા હતા. ઠંડા પવન ફુંકાતા લોકો વહેલી સવારે અને સાંજના સમયે કામ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યાં હતા. જો કે, રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે સવારે ઠંડી અને બપોરના સમયે લોકો ગરમી અનુભવી રહ્યાં છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફુંકાઈ રહ્યાં હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી બે દિવસ પવનની દિશા યથાવત રહશે અને તાપમાનમાં પણ યથાવત રહશે. જો કે, 5 ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે. ગુજરાતમાં ચાલુ વર્ષે કડકડતી ઠંડી પડી છે અને સૌથી વધારે ઠંડી નલિયામાં નોંધાઈ હતી.

હવામાન વિભાગના ઇન્ચાર્જ મનોરમાં મોહન્તિએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે. જેથી રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે. બીજી તરફ કચ્છમાં તા 5 અને 6 ફેબ્રુઆરીના રોજ કોલ્ડ વેવની આગાહી કરવા આવી છે. તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.