Site icon Revoi.in

ઈટાલીઃ કાળઝાળ ગરમીને પગલે 15 શહેરમાં સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું

Social Share

નવી દિલ્હીઃ ઇટાલીના 15 શહેરો માટે આજે  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે દક્ષિણ યુરોપને ભારે ગરમી અસર કરી રહી છે. આગામી દિવસો માટે રોમ, ફ્લોરેન્સ અને બોલોગ્ના સહિતના પ્રવાસી સ્થળો માટે જોખમી ચેતવણી આપવામાં આવી છે.

ઈટાલિયન સરકારે આજના રેડ એલર્ટ હેઠળ આવરી લેવામાં આવેલા વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિને 11:00 થી 7:00 વાગ્યા દરમિયાન સીધો સૂર્યપ્રકાશ ટાળવા અને વૃદ્ધો અથવા સંવેદનશીલ લોકોની વિશેષ કાળજી લેવાની સલાહ આપી છે. બીજી હીટવેવ નજીક આવી રહી છે જેના કારણે આવતા અઠવાડિયે યુરોપમાં વધુ ઊંચા તાપમાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) કહે છે કે ઇટાલી, સ્પેન, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડમાં ગરમી અતિ ચરમ સીમાએ પહોંચી શકે છે.

ESA તેના ઉપગ્રહો દ્વારા જમીન અને સમુદ્રના તાપમાનનું નિરીક્ષણ કરે છે. દરમિયાન, તાજેતરના દિવસોમાં ગ્રીસમાં 40C (104F) અથવા તેનાથી વધુ તાપમાન નોંધાયું છે. ચેક રિપબ્લિકની હવામાન કચેરીએ ચેતવણી બહાર પાડી છે કે સપ્તાહના અંતે તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ શકે છે, જે દેશ માટે અપવાદરૂપે ઉચ્ચ છે. યુકેમાં, જોકે, આજે ઈંગ્લેન્ડના ભાગોમાં ભારે વરસાદ અને તેજ ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે.