Site icon Revoi.in

જહાંગીરપુરી હિંસાઃ ઘટનાના એક દિવસ પહેલાનો વીડિયો સામે આવ્યો

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસ દ્વારા જહાંગીરપુરીમાં ઘટના સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસમાં આવી રહ્યાં છે. પોલીસે લગભગ 200 જેટલા ફુટેજ તપાસ્યાં છે. દરમિયાન કાવતરુ ઘડીને હિંસાને અંજામ આપવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસેને જહાંગીરપુરી હિંસાના આગલા દિવસની રાતનો એક વીડિયો સામે આવ્યો છે, જેણે આ આશંકાઓને મજબૂત કરી છે કે હિંસા માટે તૈયારીઓ કરવામાં આવી હતી. આ સીસીટીવી ફૂટેજમાં કેટલાક યુવકો લાકડીઓ લઈને જતા જોવા મળે છે. તેમજ રોડ પર આ લોકો ઉભા જોવા મળ્યાં હતા. 2 મિનિટના વીડિયોમાં છ વ્યક્તિઓ જોવા મળી હતી. થોડીવાર પછી વધુ ત્રણ લોકો ત્યાં આવ્યા હતા. છોકરાના હાથમાં બોટલ કે પથ્થર અને હાથમાં તલવાર જેવી વસ્તુ જોવા મળી હતી. તેમજ છત પર કોઈની સાથે વાત કરતા અને ધમકાવતા જોવા મળ્યા હતા. આ વીડિયો 15 એપ્રિલનો હોવાનું મનાઈ રહ્યું છે અને 16 એપ્રિલે સાંજે લગભગ 6 વાગ્યે જહાંગીરપુરીમાં હિંસા થઈ હતી. આ સીસીટીવી ફૂટેજ રાત્રીના બે વાગ્યાના છે. સફેદ, લાલ, વાદળી, કાળી ટી-શર્ટમાં આ છોકરાઓ લાકડીઓ શોધતા જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાની દિલ્હીમાં હનુમાન જ્યંતિના પાવન પર્વ પર જહાંગીરપુરીમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન તોફાની તત્વોએ શોભાયાત્રા ઉપર હુમલો કર્યો હતો. સમગ્ર બનાવને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કરહ્યો છે.