Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરઃ આતંતવાદી પ્રવૃતિ સહિતના ગંભીર બનાવોની તપાસ માટે SIAની સ્થાપના

Social Share

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સરકારે ચરમપંથીઓ અને ઉગ્રવાદના સંબંધિત કેસની જલ્દી અને પ્રભાવશાળી તપાસ માટે નવી તપાસ એજન્સી સ્ટેટ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એસઆઈએ)ની સ્થાપના કરી છે. આ તપાસ એજન્સી અંગે સરકારે કહ્યું હતું કે, એસઆઈએ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી સહિતની અન્ય કેન્દ્રીય એજન્સીઓ સાથે કોઓર્ડિનેટ કરવા માટેની નોડલ એજન્સી હશે. જમ્મુ-કાશ્મર પોલીસના સીઆઈડી વિંગના પ્રમુખ જ એસઆઈએના ડાપયરેક્ટર હશે.

SIAની રચના એ એવા બનાવોની વિશેષ તપાસ માટે કરાઈ છે. જેને એનઆઈએને નથી મોકલવામાં આવ્યાં. પોલીસ વડા પાસે તપાસ સોંપવાનો અધિકાર રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પ્રવાસે આવ્યાં હતા. અમિત શાહના પ્રવાસના લગભગ 10 દિવસમાં જ નવી તપાસ એજન્સીની જાહેરાત થઈ છે.

તમામ પોલીસ સ્ટેશનોને આતંકવાદી સંબંધીત કેસ નોંધવા અને તપાસ દરમિયાન આતંકવાદનો એંગ્લ સામે આવે તો તાત્કાલિક એસઆઈએને જાણકારી આપવાની રહેશે. SIA તમામ પ્રકારની આતંકવાદી પ્રવૃતિઓ, બોગસ ચલણી નોટ, આતંકવાદી પ્રવૃતિ સાથે જોડાયેલા એનડીપીએસ કેસ, અપહરણ, હત્યા અને ભારત સરકાર સામે અસત્ય ફેલાવવા સહિતના કેસની તપાસ કરશે. SIA માં ફરજ બજાવતા દરેક અધિકારી અને કર્મચારીઓને બેઝીક પે ઉપરાંત સ્પેશિયલ 26 ટકા ઈન્સેટિવ આપવામાં આવશે.