Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: કટ્ટરપંથીઓએ હવે હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યું, પ્રાચીન વાસુકી નાગ મંદિરમાં તોડફોડ

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલીંગને અજામ આપીને નિર્દોશ કાશ્મીરી પંડિતો અને બિનકાશ્મીરીઓની હત્યાના બનાવોમાં વધારો થયો છે. આવા બનાવોને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કવાયત શરૂ કરી છે. દરમિયાન હવે કટ્ટરપંથીઓ હિન્દુઓના ધાર્મિક સ્થળોને પણ નુકશાન પહોંચી રહ્યાં છે. કટ્ટરપંથીઓ ડોડા જિલ્લામાં પ્રાચીન વાસુકી નાગ મંદિરમાં તોડફોડ કરતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે હિન્દુઓમાં રોષ ફેલાયો છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે. વાસુકી નાગ મંદિર ભાદરવાહને ભદ્રકાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તોડફોડ મોડી રાત્રે અથવા સોમવારે વહેલી સવારે થઈ હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર  જમ્મુમાં છેલ્લા ઘણા દિવસોથી હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કટ્ટરપંથીઓએ હવે વાસુકી નાગ મંદિરમાં તોડફોડ કરી હતી. સવારે પૂજારી જ્યારે મંદિર પહોંચ્યા ત્યારે મંદિરની પરિસ્થિતિ જોઈને ચોંકી ઉઠ્યાં હતા. મંદિરમાં બહારથી લઈ અંદર સુધી તોડફોડ કરવામાં આવી હતી. મંદિરના દરવાજા અને બારીઓ તૂટી નાખવામાં આવી હતી. તેમજ મંદિરની અંદરની મૂર્તિ પર પણ પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આ બનાવને પગલે પુજારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. કટ્ટરપંથીઓએ ભગવાનની મૂર્તિઓને પણ ખંડિત કરી નાખી હતી. લોકોએ કહ્યું કે આ મંદિર પ્રાચીન છે અને તેઓને તેમાં આસ્થા છે. મંદિરમાં તોડફોડ કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.