Site icon Revoi.in

સ્કૂલમાં ગાંધીજીનું પ્રિય ભજન ‘રધુપતિ રાઘવ રાજા રામ’ ગવાતા મહેબુબા મુફ્તીએ વ્યક્ત કરી નારાજગી

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન ‘રધુપતિ રાઘવ રાજા રામ’ ગવડાવતો વિડીયો પીડીપી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સોશિયલ મીડિયા ઉપર શેયર કરીને કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં છે.  જમ્મુ-કાશ્મીર પ્રશાસન પર હિન્દુત્વનો એજન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં મહેબુબા મુફ્તીના આ નિવેદન સામે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આક્ષેપ કર્યો હતો કે, શું તેઓ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના વિરોધી છે, ગાંધીજીનું પ્રિય ભજન સ્કૂલ ગવડાવવુ ગુનો છે. બીજી તરફ રાજકીય આગેવાનોએ પણ મહેબુબા મુફ્તીના આ નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે.

મુફ્તીએ ટ્વિટર પર એક પોસ્ટ લખીને કહ્યું, “ધાર્મિક ગુરુઓને જેલમાં રાખવા, જામા મસ્જિદને તાળા મારવા અને શાળામાં બાળકોને હિંદુ ભજન શીખવવા એ દર્શાવે છે કે ભારત સરકાર કાશ્મીરમાં હિન્દુત્વનો એજન્ડા ચલાવી રહી છે.” અમે ‘જમ્મુ અને કાશ્મીર બદલવા’નો માર સહન કરી રહ્યા છીએ. મહેબૂબા મુફ્તીએ 105 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દક્ષિણ કાશ્મીરના કુલગામની એક સ્કૂલનો છે.

આ વીડિયોમાં પ્રથમ શાળાનું બોર્ડ દેખાય છે. આ પછી, લગભગ એક ડઝન વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ભજન ગાતા જોવા મળે છે. તે જ સમયે, શિક્ષકો સામે ઉભા છે અને ભજન ગાય છે. ક્લાસમાં ઘણી વિદ્યાર્થિનીઓ પણ જોવા મળે છે અને તેમણે નકાબ પહેર્યો છે. કુલગામ જિલ્લાના દમહાલ હાંજી પોરાના તહસીલદાર અહેમદ લોને કહ્યું કે તેણે પણ સોશિયલ મીડિયા પર વીડિયો જોયો છે. જોકે, આ અંગે કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. શુક્રવારે કાશ્મીર પોલીસે પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ બે મૌલવી અબ્દુલ રશીદ દાઉદી અને મુશ્તાક અહેમદ વીરીની ધરપકડ કરી છે. દાઉદી બરેલવી વિદ્વાન છે. આ જ PSA વીરી પર પણ લગાવવામાં આવ્યો છે. તેઓ જમિયત અહલે હદીસના ધાર્મિક નેતા છે.

રાષ્ટ્રપતિ તેમની સભામાં ‘રધુપતિ રાઘવ રાજા રામ’ ગાતા હતા અને સભામાં માત્ર હિન્દુ જ તમામ ધર્મના લોકો ઉપસ્થિત રહેતા હતા. આમ આ ભજન હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક હોવાનું રાજકીય આગેવાનો માની રહ્યાં છે ત્યારે મહેબુબા મુફ્તીના આ ટ્વીટથી તેઓ શું ગાંધીજીને દેશના રાષ્ટ્રપતિ નથી માનતા સહિતના સવાલો ઉભા થયા છે.