Site icon Revoi.in

જાપાનનું સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટીંગ મૂન મિશનનું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડીંગ

Social Share

નવી દિલ્હીઃ જાપાનનું સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટીંગ મૂન મિશન (સ્લિમ) ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. આ સાથે જાપાન ચંદ્ર પર પહોંચનારો પાંચમો દેશ બની ગયો છે. જાપાન પહેલા અમેરિકા, રશિયા, ચીન અને ભારત ચંદ્રની સપાટી પર પોતાના લેન્ડરને લેન્ડ કરી ચૂક્યા છે.

જાપાનની સ્પેસ એજન્સી જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) અનુસાર, જાપાનનું માનવરહિત અવકાશયાન ચંદ્ર પર પહોંચી ગયું છે. ચંદ્રના અભ્યાસ માટે મોકલવામાં આવેલ સ્માર્ટ લેન્ડર ટોક્યોના સમય મુજબ શનિવારે રાત્રે 12:20 કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું છે.

સ્લિમ એ પેસેન્જર વાહનના કદ જેટલું હળવા વજનનું અવકાશયાન છે. તેમાં સોફ્ટ લેન્ડિંગ માટે ‘Pinpoint Landing’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3 મિશન હેઠળ ભારતના વિક્રમ લેન્ડરે 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.