Site icon Revoi.in

જયશ્રીબેન પટેલને મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા

Jayshreeben Patel elected as President of Modasa Municipality

Jayshreeben Patel elected as President of Modasa Municipality

Social Share

હેમંત પરમાર, અરવલ્લી. 19 મે, 2026 – અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. બાયડ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ચૂંટણી બાદ નગરપાલિકાને નવી નેતૃત્વ ટીમ મળી છે. ચૂંટણીના પરિણામો જાહેર થતા જ શહેરના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ જામ્યો હતો.

ચૂંટણીના પરિણામ મુજબ જયશ્રીબેન પટેલને મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. જ્યારે ગફુર રબારી ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અનિલ પટેલને કારોબારી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પક્ષના નેતા તરીકે યાજ્ઞિક દેવશંકર ભટ્ટની વરણી કરવામાં આવી હતી, જ્યારે દંડક તરીકે વિશાલ જશવંતભાઈ ભાવસારની પસંદગી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સંસ્થાનું નામ હિન્દુ રાષ્ટ્ર શક્તિ, પણ ચેરમેનનું નામ જાણો છો? જુઓ વીડિયો

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નગરપાલિકાના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર પ્રક્રિયા નિયમો અનુસાર હાથ ધરવામાં આવી હતી અને મતદાનથી લઈને પરિણામ જાહેર કરવાની કાર્યવાહી સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. ચૂંટણી સ્થળે વ્યવસ્થા અને સુરક્ષાની ખાસ કાળજી લેવામાં આવી હતી જેથી સમગ્ર પ્રક્રિયા વિવાદ વિના પૂર્ણ થઈ શકે.

પરિણામ જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારો અને હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી નવી ટીમને જવાબદારી સફળતાપૂર્વક નિભાવવાની શુભકામનાઓ આપી હતી.

આ પણ વાંચોઃ શું મંદિરોનું સોનું સરકાર લઈ લેશે? જાણો આવા દાવાની હકીકત

મોડાસા નગરપાલિકાની આ ચૂંટણીને સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નવી ટીમ આગામી સમયમાં શહેરના વિકાસ અને વહીવટી કામગીરીમાં કેટલો બદલાવ લાવે છે તેના પર હવે સૌની નજર રહેશે.

આ પણ વાંચોઃ શું નિષ્પક્ષતાનો મહોરું પહેરીને કટ્ટરપંથી વિચારસરણી છુપાવી શકાય? ભાજપની જીત પર જ આશ્ચર્ય કેમ?

Exit mobile version