Site icon Revoi.in

જેતપુર: પાંચ બંધ મકાનના તાળા તૂટ્યા, ઘરનો સામાન પણ વેરવિખેર થયો

Social Share

રાજકોટ: સોરાષ્ટ્ર જાણે ગુનાખોરીનું હબ હોય તેમ ચોરી અને લૂંટના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. આવામાં જેતપુરમાં ડોબરીયા વાડી પાસે તેજા કાળાના પ્લોટ વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ 5 મકાનના તાળાં તોડી સામાન વેરવિખેર કર્યો હતો.

આમ, તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જોકે,મકાન માલિકો બહાર ગામ ગયા હોવાથી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે કેટલાક લોકો દ્વારા જ્યારે પણ બહાર પ્રવાસ માટે જવામાં આવે ત્યારે સોશિયલ મીડિયા પર ફોટો મુકવાની આદત હોય છે. આવા કારણોસર જાણભેદુ હોય તેને ઘરમાં ચોરી કરવાની તક મળી જતી હોય છે. આ પ્રકારની ઘટનાઓથી લોકોએ શીખવું જોઈએ કે કેટલીક જાણકારીને જોયા વગર સોશિયલ મીડિયામાં શેર કરવાથી પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે.

પોલીસ હાલ તમામ મુદ્દે તપાસ કરી રહી છે અને ટુંક સમયમાં બહાર આવી શકે છે કે આ ઘટનાને અંજામ કોના દ્વારા આપવામાં આવ્યો છે.

Exit mobile version