1. Home
  2. Tag "JETPUR"

જેતપુરના લોકમેળામાં લોકો મોજ માણી રહ્યા હતા, ત્યારે દોડી આવેલા આખલાંએ તરખાટ મચાવ્યો

રાજકોટઃ જન્માષ્ટમીના તહેવારોમાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર મેળાઓ ભરાયા હતા. જિલ્લાના જેતપુરમાં પણ લોકમેળો યોજાયો હતો દરમિયાન મેળામાં આખલો ઘૂસી જતા નાસભાગ મચી હતી. લોકોની બૂમાબૂમને કારણે આખલો વધુ ભૂરાયો થયો હતો. આથી બેકાબૂ બનેલા આખલાએ લોકોને શીંગડે ચડાવી ઉલાળ્યા હતા. લોકોની નાસભાગમાં બાળકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે એક બાળક તો તેના માતા-પિતાથી વિખૂટો […]

જેતપુરમાં ફૂટપાથ પર બેઠેલા યુવાનોને પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા બેના મોત,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. બેફામપણે ચલાવતા વાહનોના ચાલકો પર તંત્રનો કોઈ અંકુશ નથી. જેતપુરમાં પુરફાટ ઝડપે જતી કારે ફુટપાથ પર બેઠેલા બે યવાનોને અડપેટે  લેતા બન્નેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે  જેતપુરના નકલંક આશ્રમ રોડ પર ફૂટપાથ પર બેઠેલી બે વ્યક્તિઓને પુરફાટ ઝડપે આવેલા  કાર ચાલકે કચડી નાખ્યા હતા. […]

જેતપુર: પાંચ બંધ મકાનના તાળા તૂટ્યા, ઘરનો સામાન પણ વેરવિખેર થયો

તસ્કરોએ 5 મકાનમાં કર્યા હાથ સાફ મકાનના તાળાં તોડી સામાન કર્યો વેરવિખેર સીસીટીવી કેમેરામાં કેદ થયા તસ્કરો રાજકોટ: સોરાષ્ટ્ર જાણે ગુનાખોરીનું હબ હોય તેમ ચોરી અને લૂંટના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. આવામાં જેતપુરમાં ડોબરીયા વાડી પાસે તેજા કાળાના પ્લોટ વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ 5 મકાનના તાળાં તોડી સામાન વેરવિખેર કર્યો હતો. આમ, તસ્કરો સીસીટીવી […]

જેતપુરઃ GSTમાં વધારાને પગલે 1400થી વધારે કાપડના એકમોએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો

અમદાવાદઃ કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગો ઉપર વસુલવામાં આવતા પાંચ ટકાના જીએસટીને વધારીને જાન્યુઆરી 2022થી 12 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કાપડાના વેપારીઓમાં નારાજગી ફેલાઈ છે. જેના વિરોધમાં આજે જેતપુરમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા લગભગ 1400થી વધારે એકમોએ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં સાડીના કારખાનાના માલિકોએ વિશાળ રેલી યોજીને મામલતદારને […]

જેતપુરના ઉદ્યોગોના ગંદા પાણી પાઈપલાઈન મારફતે દરિયા ઠાલવાની યોજનાનો વિરોધઃ કોંગ્રેસ પદયાત્રા યોજશે

અમદાવાદઃ જેતપુરના ઉદ્યોગોનો કડદો પાઈપલાઈન મારફતે પોરબંદરના નવા બંદર નજીક દરિયામાં ઠાલવાની રાજ્યની ભાજપ સરકારની યોજના અનેક રીતે વિનાશકારી છે. આ વિનાશથી સાગરકાંઠા વિસ્તારને બચાવવા અને રાજ્યની ભાજપ સરકારને સોમનાથ મહાદેવ સદબુદ્ધી આપે તે માટે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના […]

જેતપુરમાં કોરોના પીડિતો માટે ખેડૂતનો સેવાયજ્ઞઃ ઘરમાં જ શરૂ કર્યુ કોવિડ સેન્ટર

અમદાવાદઃ માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા એવા મંત્રને રાજકોટ નજીક આવેલા જેતપુરના જેસુરભાઈ અને તેમના પરિવારજનોએ જીવનમાં ઉતાર્યો છે. કોરોના મહામારીને પગલે હાલ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત છે ત્યારે તેમણે પોતોના ઘરને જ કોવિડ સેન્ટરમાં ફેરવી નાખ્યું છે. એટલું જ નહીં દર્દીઓની સારવાર અને ઓક્સિજન પુરો પાડવા ઉપરાંત તમના સગા-સંબંધીઓની રહેવા-જમવાની વ્યવસ્થા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code