Site icon Revoi.in

ઝારખંડઃ સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા પ્રાર્થનામાં ફેરફાર કરાયો, વિવાદ ઉભો થતા અધિકારીઓ દોડતા થયાં

An empty classroom at Chief Dumile Senior Secondary School in Bizana. The school had one of the worst matric pass rates last year. Picture : ALAN EASON. 26/11/09. ©Daily Dispatch

Social Share

નવી દિલ્હીઃ ઝારખંડના ગઢવા જિલ્લાના સદર બ્લોક અંતર્ગત કોરવાડીહ સ્થિત સરકારી અપગ્રેડેડ સ્કૂલમાં ધર્મના નામે નવો વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવા આક્ષેપો છે કે મુસ્લિમો, જેઓ વિસ્તારની બહુમતી વસ્તી ધરાવે છે, તેઓએ કંઈક મનસ્વી કરવાનો પ્રયાસ કર્યો છે અને શાળામાં પ્રાર્થનાના સમયમાં ફેરફાર કર્યો હતો. મુસ્લિમ સમાજના લોકો પર આરોપ છે કે તેઓએ પ્રાર્થનામાં આ ફેરફાર એટલા માટે કરાવ્યો કારણ કે અહીં મુસ્લિમોની સંખ્યા વધુ છે.

રિપોટ અનુસાર શાળાના બાળકો વર્ષોથી એક જ પ્રાર્થના કરતા હતા. આરોપ છે કે આ દરમિયાન મુસ્લિમ સમાજના લોકોએ કહ્યું કે, સ્થાનિક સ્તરે તેમની વસ્તી 75 ટકા થઈ ગઈ છે, તેથી નિયમો પણ તેમના અનુસાર બનાવવા જોઈએ. મુસ્લિમ સમાજના લોકોના દબાણને કારણે પ્રિન્સિપાલે પ્રાર્થના બદલી નાખી. અહીં ‘દયા કર દાન વિદ્યા કા…’ પ્રાર્થના બંધ કરીને ‘તુ હી રામ હૈ, તુ રહીમ હૈ…’ પ્રાર્થના શરૂ કરવામાં આવી હતી. આટલું જ નહીં, બાળકોને પ્રાર્થના દરમિયાન હાથ જોડવાની પણ મનાઈ હતી.

વહીવટીતંત્રે ફરી એકવાર નિયમ મુજબ પ્રાર્થના શરૂ કરી છે. આ અંગેની માહિતી મળતાં જ અધિકારીઓની ટીમ સતર્ક થઈ ગઈ અને સ્કૂલ પહોંચી હતી. અધિકારીઓ શાળામાં પહોંચ્યા અને મામલાની ઊંડી તપાસ કરી, જેમાં સામે આવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી અહીં હાથ જોડીને પ્રાર્થના કરવામાં આવે છે. શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે અહીં મોટાભાગના બાળકો મુસ્લિમ સમુદાયમાંથી આવે છે, અને જ્યારે અહીં પ્રાર્થના થાય છે ત્યારે બાળકો હાથ જોડતા નથી. મારા કહેવા છતા બાળકો નહીં માનતા મે કહેવાનું છોડી દીધું હતું.

મામલો ઉકેલવા શાળાએ પહોંચેલા જિલ્લા શિક્ષણાધિકારીઓએ બાળકોને પોતાની પાસે બોલાવીને પ્રાર્થના કરવાની સાચી રીત સમજાવી હતી. અધિકારીઓએ બાળકોને કહ્યું કે, તેઓ શાળામાં હાથ જોડીને જ પ્રાર્થના કરે. જણાવવામાં આવી રહ્યું છે કે અધિકારીઓના સમજાવ્યા બાદ બાળકોએ હાથ જોડીને પ્રાર્થના કરી અને રાષ્ટ્રગીત ગાયું હતું.

(Photo-File)