Site icon Revoi.in

કંગનાનો શાહરૂખ ખાન પર પ્રહાર,કહ્યું ડ્રગ કેસમાં પુત્રની ધરપકડ માટે જેકી ચેને માંગી હતી માફી

Social Share

મુંબઈ: આર્યન ખાન કે જે શાહરૂખ ખાનનો પુત્ર છે અને તેના પર હાલ ડ્રગ્સ લેવા મુદ્દે તપાસ ચાલી રહી છે. આર્યન ખાન હાલ એનસીબીની કસ્ટડીમાં છે અને પૂછતાછ પણ કરવામાં આવી છે. આવામાં શાહરૂખ ખાનની તકલીફમાં વધારો કર્યો છે કંગના રનૌતએ.

કંગના રનૌતએ શાહરૂખ ખાનને આડકતરી રીતે લપેટામાં લઈને કહ્યું કે,ડ્રગ કેસમાં પુત્રની ધરપકડ માટે જેકી ચેને માફી માંગી હતી. કંગનાએ તેનો વિરોધ કર્યો હતો, હવે અભિનેત્રી જેકી ચેનનું નામ લઈને શાહરુખને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે.

જો કે ઉલ્લેખનીય છે કે આવી સ્થિતિમાં રિતિક રોશનથી લઈને પૂજા ભટ્ટ સુધી તમામ સેલેબ્સ શાહરૂખની તરફેણમાં આવ્યા છે. પરંતુ કંગના રનૌત આ બાબતે અભિનેતાનું નામ લીધા વગર નિશાન બનાવતી જોવા મળે છે. હા, તાજેતરમાં જ્યારે રિતિકે આર્યન ખાનને ટેકો આપ્યો હતો.

બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની તાજેતરમાં NCB દ્વારા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અત્યારે આર્યન 14 દિવસ માટે જેલમાં બંધ છે. આર્યનના વકીલો સતત તેને જામીન અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક સમયે જેકી ચેનના પુત્ર જેસી ચેનની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે પછી જેકીએ આખી દુનિયાની માફી માંગી હતી. આવી સ્થિતિમાં કંગનાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર આનું ઉદાહરણ આપવાનો પ્રયાસ કર્યો છે.

હવે, આ પોસ્ટ દ્વારા શાહરુખ ખાનનું નામ લીધા વિના કંગનાએ એ કહેવાનો પ્રયાસ કર્યો છે કે કિંગ ખાને આર્યન ખાન કેસ પર પણ માફી માંગવી જોઈએ. આવી સ્થિતિમાં ફરી એકવાર ચાહકોમાં છવાયેલી રહેતી કંગના રનૌતનું આ નિવેદન હેડલાઈન્સમાં આવી ગયું છે.

Exit mobile version