Site icon Revoi.in

કર્ણાટકઃ તુમકુરમાં બસ પલટી ખાઈ જતા 8ના મોક અને 25 મુસાફર ઘાયલ

Social Share

મુંબઈઃ કર્ણાટકના પાવાગડા પાસે પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. જેથી બસમાં સવાર મુસાફરોની ચીસોથી વાતાવરણ ગમગીન થયું હતું. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી આરંભી હતી. તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. માર્ગ અકસ્માતમાં આઠ વ્યક્તિઓના મોત થયા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

કર્ણાટકના તુમકુર જિલ્લાના પાવાગડા પાસે બસ પલટી જતા આઠ લોકોના મોત થયા હતા. પ્રાપ્ત આ અકસ્માતમાં 25થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. ઈજાગ્રસ્તોમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે અને ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બટાવ કામગીરી આરંભી હતી. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શકયતા છે. પોલીસે મૃતકોની ઓળખ મેળવવાના પ્રયાસ શરૂ કર્યાં છે.

રાજ્યના કલબુર્ગીમાં તાજેતરમાં જ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતનો ભોગ બનેલા તમામ મહારાષ્ટ્રના અહેમદનગરના રહેવાસી હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મુસાફરો ગંગાપુરના દત્તાત્રેય મંદિરથી પરત ફરી રહ્યા હતા.