Site icon Revoi.in

કર્ણાટક ચૂંટણીઃ ખડગે બાદ હવે BJP નેતા બોલવામાં ભાન ભૂલ્યાં, સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યાં

Social Share

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને હાલ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે,પ્રચાર દરમિયાન રાજકીય નેતાઓ ભાન ભૂલી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે, તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝેરી સાપની સાથે સરખામણી કરી હતી. આ વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં હવે ભાજપના નેતાએ કોંગ્રેસના સિનિયર મહિલા નેતા સોનિયા ગાંધી વિશે અભદ્ર ટિપ્પણી કરી છે. ભાજપના ધારાસભ્ય યતનાલએ સોનિય ગાંધીને વિષ કન્યા કહ્યાં હતા. ભાજપના નેતાઆ આ નિવેદનથી ફરીથી વિવાદ ઉભો થયો છે.

કર્ણાટકમાં રાજકીય માહોલ હાલ ગરમાયો છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એક-બીજા સામે ફરિયાદ કરી રહ્યાં છે. પહેલા મોદીને ઝેરી સાપ સાથે સરખામણી કરનાર મલ્લિકાર્જુન ખડગે સામે ભાજપાએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.હવે ભાજપના નેતાના સોનિય ગાંધી વિશે કરેલા નિવેદનને પગલે કોંગ્રેસે ફરિયાદ નોંધાવવાની કવાયત શરુ કરી છે.

ભાજપના નેતા યતનાલે કોપ્પલમાં એક જાહેરસભામાં કહ્યું હતું કે, સમગ્ર દુનિયા મોદીને માને છે, અમેરિકાએ એક સમયે તેમને વિઝા આપવાનો ઈન્કાર કર્યો હતો. જે બાદ તેમણે રેડ કાર્પેટ બિછાવી અને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ઝેહરિલા સાપ મામલે નિવેદન કરનારા ખડગે ઉપર પ્રહાર કરતા સોનિયા ગાંધીને વિષકન્યા કહ્યાં હતા. એટલું જ નહીં તેઓ ચીન અને પાકિસ્તાન માટે તેમના એજન્ટ તરીકે કામ કરતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.