Site icon Revoi.in

વિધાનસભા ચૂંટણીઃ કર્ણાટકમાં ભાજપનું ધોવાણ, સીએમ બોમાઈએ હારની જવાબદારી સ્વિકારી

Social Share

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 કલાકે શરૂ કરવમાં આવી હતી. મતગણતરીમાં પ્રાથમિક અનુમાનથી જ કોંગ્રેસ હરિફ ભાજપ તથા અન્ય રાજ્કીય પક્ષોથી આગળ હતી. જો કે ગણતરીના કલાકોમાં જ વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની હાર સ્વિકારી છે. જો કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફરીથી બહુમળી મેળવીને  કર્ણાટકમાં વાપસી કરશે તેવો હુંકાર પણ કર્યો હતો.

કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું કે તમામ બેઠકોનું પરિણામ જાહેર થયા બાદ અમે વિગતવાર વિશ્લેષણ કરીશું અને એક રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે, અમે વિવિધ સ્તરે અમારી ખામીઓ જોઈશું, તેને સુધારીશું અને તેનું પુનર્ગઠન કરીશું અને લોકસભાની ચૂંટણીમાં પાછા આવીશું.

ભાજપના નેતા અને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કર્ણાટકમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. બોમાઈએ કહ્યું, “અમે આગામી ચૂંટણીઓમાં વધુ સારું કરવાનો પ્રયાસ કરીશું. અમે પાર્ટીનું પુનર્ગઠન કરીશું. અમે લોકસભાની ચૂંટણીમાં પુનરાગમન કરીશું. અમે અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ અને અમે આગામી ચૂંટણીઓમાં વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું. ”

બીજી તરફ કર્ણાટકમાં ભવ્ય જીતથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. એટલું જ નહીં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની સૌથી વધારે ફાયદો કોંગ્રેસને થયાનું સિનિયર નેતાઓ માની રહ્યાં છે. જ્યારે આવતીકાલે બેંગ્લોરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં નવા સીએમ અંગે ચર્ચા કરવામાં આવશે.