Site icon Revoi.in

ફરવાના લોકપ્રિય સ્થળની બાબતે પ્રથમ વખત યુપીએ બાજી મારી -ઘાર્મિક સ્થળો મામલે તમિલનાડુને પછાળીને કાશી અને મથુરા મોખરે

Social Share

લખનૌઃ- ભારત દેશ વિવિઘ સંસ્કૃતિઓથી ભરેલો દેશ છે અહી ફરવા માટે અનેક પ્રાચીન મંદિરો ખાસ છે તો ફરવા માટે અનેક મહેલો અને કિલ્લાઓ પણ છે જો કે એક રિપોર્ટ મુજબ ઉત્તરપ્રદેશે પ્રથમ વખત ફરવાની બાબતોના લીસ્ટમાં બાજી મારી છે.

દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે તમિલનાડુના દરિયાકિનારા, દુર્ગમ પહાડીઓ પર વસેલા શહેરો પહેલી પસંદ છે. વર્ષ 2022-23 દરમિયાન લગભગ 10 કરોડ પ્રવાસીઓ રામેશ્વરમ પહોંચ્યા હતા. એ જ રીતે કન્યાકુમારીમાં પ્રવાસીઓની સંખ્યા સાત કરોડ સુધી પહોંચી ગઈ છે. ચાર કરોડ વધુ પ્રવાસીઓ આવ્યા છે. પરંતુ, બદલાતા ઉત્તર પ્રદેશના નવા, ભવ્ય અને દિવ્ય કાશી વિશ્વનાથ ધામ અને મુરલી મનોહરના જન્મસ્થળ મથુરાએ તમિલનાડુના તમામ શહેરોને હરાવી દીધા છે.

તમિલનાડુમાં પ્રવાસીઓની સંખ્યા કંઈક આ પ્રમાણે નોંઘાઈ છે  રામેશ્વરમ 10 કરોડ ધનુષકોડી 04 કરોડ, કન્યાકુમારી 7 કરોડ, વન્યજીવ અભયારણ્યમાં એક કરોડ, યુપીમાં પ્રવાસીઓની સંખ્યા કાશીમાં 12 કરોડ, મથુરા 11 કરોડ, અયોધ્યા 6 કરોડ પ્રયાગરાજ 2.5 કરોડ નોંઘાઈ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે છેલ્લા એક વર્ષમાં 22 કરોડ પ્રવાસીઓ તમિલનાડુના વિવિધ શહેરોમાં પહોંચ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશના માત્ર બે શહેરો કાશી અને મથુરામાં 23 કરોડ પ્રવાસીઓ આવ્યા છે. ધાર્મિક પર્યટનનો આ સર્વોચ્ચ આંકડો છે.એટલે કે તમિલનાડુને છોડીને હવે ઉત્તરપ્રદેશ ફરવાની બાબતોમાં મોખરે રહ્યું છે.વારાણસીમાં કાશી વિશ્વનાથ ઉપરાંત ગંગા આરતી, રામનગર કિલ્લો, ધમેખ સ્તૂપ અને સારનાથમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

કાશીની વાત કરીએ તો કાશી વિશ્વનાથ ધામ નવ્યા ભવ્ય કાશી વિશ્વનાથ ધામ અને ગંગા આરતી ઉપરાંત ક્રુઝ પરિવહનથી કાશી આવતા પ્રવાસીઓ આનંદની અનુભૂતિ કરાવે છે. પ્રવાસીઓ કાશી વિશ્વનાથ ધામ પછી ક્રૂઝ દ્વારા ગંગા આરતી અને ગંગા દર્શનની માંગ કરે છે.