Site icon Revoi.in

કેટરીના કૈફ અને વિક્કી કૌશલ લગ્નના બંધનમાં બંધાયા,ચાહકોની આતુરતાનો આવ્યો અંત

Social Share

મુંબઈ:કેટરીના કૈફ અને વિક્કી કૌશલ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આખરે ચાહકો દ્વારા જે સમયની રાહ જોવામાં આવતી હતી તેનો અંત આવ્યો છે. જાણકારી અનુસાર બપોરે ગઈ કાલે બપોરે 3.30થી 3.45ની વચ્ચે બંનેને સાત ફેરા લીધા હતા. આ સાથે કેટરિના કેફ અને વિક્કી કૌશલના લગ્નની પ્રથમ તસવીરો પણ સામે આવી ગઈ છે. ખુદ બંન્નેએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોટોને શૅર કર્યા છે.

માહિતી એવી પણ મળી રહી છે કે,બંનેએ પોતાના લગ્નજીવન શરૂ કરવા માટે અહીંના પ્રસિદ્ધ ચૌથ માતા મંદિરમાં દેવીના આશીર્વાદ પણ લીધા હતા.

મળતી જાણકારી અનુસાર કપલ લગ્ન બાદ 2 ગ્રાન્ડ રિસેપ્શન પણ આપશે. પ્રથમ રિસેપ્શન આ વેન્યુ પર એટલે કે સેન્સસ બરવાડામાં 10 ડિસેમ્બરે આપશે. બીજુ રિસેપ્શન મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં હશે. ઉલ્લેખનીય છે કે,લગ્ન વિશે વાત કરતા કેટરિનાએ કહ્યું હતું કે,તે કોઈ હવેલીમાં રોયલ ઈન્ડિયન સ્ટાઈલમાં લગ્ન કરવા માંગે છે.