Site icon Revoi.in

આજથી દેશભરમાં કાવડ યાત્રાનો આરંભ, હરિદ્રાર, ઉત્તરપ્રદેશમાં ખાસ તૈયારીઓ કરાઈ

Social Share

 

દિલ્હીઃ- આજરોજથી દેશના જૂદા જૂદા ભાગોમાં કાવડ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે કાવડયાત્રાને લઈને સંપૂર્ણ તૈયારીઓ પણ કરવામાં આવી ચૂકી છે.આજરોજ 4 જુલાઈને  મંગળવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ સાથે હરિદ્વારમાં ગંગા પૂજન સાથે કંવર મેળાની શરૂઆત થઈ ચૂકી છે.

જીલ્લા મેજીસ્ટ્રેટ ધીરજસિંહ ગબરીયાલ અને એસએસપી અજયસિંહે હરકી પીઠડી ખાતે મા ગંગાની પૂજા કરી હતી અને દૂધનો અભિષેક કર્યો હતો અને મેળો સુચારુ રીતે પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન શ્રીગંગા સભાના પદાધિકારીઓ અને ગંગા અધિકારી હાજર રહ્યા હતા.જાણકારી અનુસાર 12 દિવસીય લાંબી કાવડ યાત્રા આજથી દેશના જુદા જુદા ભાગોમાં શરૂ થઈ ગઈ છે.

ખાસ કરીને જો વાત કરવામાં આવે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની તો અહીની સરકારે શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરી છે. આ કાવડ યાત્રા દિલ્હીથી શરૂ થઇને ઉત્તર પ્રદેશમાં મેરઠ, સહારનપુર, ગાઝિયાબાદ, શામલી અને બાગાપત જશે.

આ કાવડ યાત્રા આ મહિનાની 15મી તારીખે ઉત્તરાખંડના હરિદ્વાર, ગોમુખ અને ગંગોત્રીમાં પૂર્ણ કરવામાં આવશે. આ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ ગંગા નદીનું પવિત્ર પાણી લઇને પરત ફરતા જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે  યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ શિવજીની પૂજા અને અર્ચના કરે છે. મોટા ભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા પૂર્ણ કરે છે.ઉત્તરાખંડમાં આ વર્ષે મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ આવવાની સંભાવનાને પગલે રાજય સરકારે યાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.

જો ઉત્તરપ્રદેશની વાત કરીએ સરકારે કાવડ યાત્રા માટે વ્યાપક બંદોબસ્ત ગોઠવ્યો છે. યાત્રાના માર્ગ પર પોલીસ ગોઠવવામાં આવી છે.આ સાથએ જ માર્ગો પર ખુલ્લામાં માસના વેચાણ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે સાથે જ ભાલા તલવાર અમૂંક ઊંચાઈ સુધીના જ લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે આદેશ વિરુદ્ધ જનારા લોકો સામે યોગી સરકારે કતાર્યવાહી કરવાની વાત કહી છે.