Site icon Revoi.in

કેરળ આતંકવાદ અને અરાજક તત્વોનો ગઢ બન્યું : જે.પી.નડ્ડા

Social Share

બેંગ્લોરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, કેરળ આતંકવાદ અને અરાજક તત્વોનો ગઢ બની રહ્યું છે. જ્યાં જીવન સુરક્ષિત નથી અને સામાન્ય માણસ પોતાની જાતને સુરક્ષિત અનુભવતો નથી. સાંપ્રદાયિક તણાવ વધી રહ્યો છે અને ગુનેગારોને ડાબેરી સરકારનું મૌન સમર્થન એ રાજ્ય પ્રાયોજિત અરાજકતા સિવાય બીજું કંઈ નથી.

કેરળ રાજ્યમાં થાઇકાઉડ ખાતે ભાજપ જિલ્લા કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષે કહ્યું કે ભાજપ એક કેડર આધારિત પાર્ટી છે જે તેની વિચારધારા સાથે સુસંગત છે અને તેના કાર્યકરો મોટી સંખ્યામાં છે.

બૂથ પ્રમુખ અને બૂથ પ્રભારીઓની જિલ્લા સ્તરીય બેઠકમાં નડ્ડાએ કહ્યું, “અમે 18 કરોડ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી છીએ. અમે ભારતમાં એકમાત્ર વિચારધારા આધારિત પક્ષ છીએ. અમારી આર્થિક નીતિઓ ગરીબો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો તરફી છે.