Site icon Revoi.in

કેરળઃ ઊંડી ખીણમાં ખાબકેલા યુવાનને ભારતીય સેનાએ 48 કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો

Social Share

બેંગ્લોરઃ ભારતીય સેનાએ કેરળના પલક્કડમાં પર્વતીય વિસ્તારમાં ટ્રેકીંગ કરવા ગયેલો એક ઊંડી ખીણમાં ખાબક્યો હતો. જેથી તેને બચાવવા માટે ભારતીય સેનાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આધુનિક ટેકનોલોજીની મદદથી 48 કલાકની ભારે જહેમત બાદ ખીણમાં ખાબકેલા યુવાનને ભારતીય સેનાએ સહિસલામત બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન સેનાની મદ્રાસ રેજિમેન્ટ અને પેરાશૂટ રેજિમેન્ટ જોડાઈ હતી. પર્વતીય વિસ્તારમાં ભારતીય સેનાનું આ સૌથી ખતરનાક ઓપરેશન હોવાનું મનાઈ રહ્યું છે.

ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 23 વર્ષીય યુવક આર.બાબુ ટ્રેકિંગ માટે કેરળના પર્વતીય વિસ્તારમાં ગયો હતો. પરંતુ તે મલમપુઝાના પહાડોમાં એક ઉંડી ખીણમાં પડી ગયો અને તેમાં ફસાઈ ગયો. આ પછી યુવકના મિત્રોએ આ અંગે પ્રશાસનને જાણ કરી હતી. જેથની બચાવ કામગીરી માટે સેનાની મદદ લેવામાં આવી હતી. ભારતીય સેનાએ મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર, વેલિંગ્ટનથી 12 જવાનોની એક ટીમને મોકલી હતી, તેના થોડા સમય બાદ પેરાશૂટ રેજિમેન્ટ સેન્ટર, બેંગ્લોરમાંથી 22 જવાનોની બીજી ટીમને પણ મોકલવામાં આવી હતી.

રેસ્ક્યુ ટીમ યુવકથી 200 મીટરના અંતરે પહોંચી ગઈ હતી, પરંતુ ઢાળવાળી ખાડાને કારણે તેના સુધી પહોંચવું સરળ નહોતું. યુવાનને ખાવા-પીવાની સામગ્રી પહોંચાડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જો કે આ પછી સેનાએ ડ્રોનની મદદથી યુવાનના સ્વાસ્થ્ય પર નજર રાખી હતી. ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં NDRF જવાનો પણ જોડાયાં હતા. સેનાએ ભારે જહેમત બાદ યુવકને ખાઈમાંથી બહાર કાઢ્યો હતો. યુવક સુરક્ષિત અને સંપૂર્ણ સ્વસ્થ જોઈને સેનાના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સેનાના જવાનોનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો રેસ્ક્યુ ઓપરેશન પછીનો છે. જેમાં ભારતીય જવાનો સાથે આર.બાબુ પણ જોવા મળે છે. આર.બાબુએ પોતાનો જીવ બચાવનારા જવાનોનો આભાર માન્યો હતો.

Exit mobile version