Site icon Revoi.in

કેરળઃ રિક્ષાચાલક રાતો-રાત બની ગયો કરોડપતિ, રૂ. 12 કરોડની લોટરી લાગી

Social Share

દિલ્હીઃ કેરળમાં અર્નાકુલમ જિલ્લામાં 58 વર્ષિય ઓટો-રિક્ષા ચાલકને રાજ્ય સહરકાર દ્વારા સ્થાપિત રૂ. 12 કરોડ રૂપિયાની થિરુવોનમ બમ્પર લોટરીના વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. કોચીના મરાડૂમાં રહેતા જયપાલન પીઓરને લોટરીના પ્રથમ પુરસ્કાર વિજેતા રૂપે પ્રમાણિત કરવામાં આવ્યાં છે. જ્યારે તમેની પાસે બેંક શાખામાં પુરસ્કાર વિજેતા ટિકીટની રકમ જમા કરાવી છે. ટેક્સ અને એજન્સીનું કમિશન કાપીને લગભગ 7.4 કરોડ રૂપિયાની રકમ મળવાની શક્યતા છે.

જયપાલનના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે મીનાક્ષી લકી સેન્ટરમાંથી લોટરીની ટિકીટ ખરીદી હતી. ટિકીટની કિંમત રૂ. 300 હતી. તેમણે કહ્યું હતું. નિયમિત રૂપે લોટરીની ટીકીટ ખરીદી છું અને પહેલા પણ રૂ. 5 હજાર જીતી ચુક્યાં છે. રાજ્ય સરકારના બે મંત્રીઓના માર્ગદર્શન હેઠળ તિરુવનંતરપુરમમાં ડ્રો દરમિયાન ટીવી સ્ક્રીન ઉપર ટિકીટ નંબર ફ્લેશ થયો હતો. બીજા દિવસે અખબારમાં ક્રોસ ચેક કરીને સીધા બેંકમાં જઈને ટીકિટ જમા કરાવ હતી. જયપાલને એક ટીવી ચેનલમાં જણાવ્યું હતું કે, મારી ઉપર કેટલુક દેવુ છે જે આ રકમથી પહેલા ચુકવીશ. મારી ઉપર કોર્ટમાં ચાલતા બે દિવાસની કેસમાંથી છુટગકારો મેળવો છે અને પોતાના બાળકોને સારુ શિક્ષણ અપાવવું છે અને બહેરને આર્થિક મદદ કરવી છે.

રાજ્ય સરકારના લોટરી વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે થિરુવોનમ બમ્પર લોટરી માટે 54 લાખ ટિકીટ છાપી હતી. જે તમામ ટિકીટ વેચાઈ ગઈ છે. વિભાગે ગયા વર્ષની સરખામણીમાં 10 લાખ ટિકીટ વધારે છાપી છે. આ વર્ષે બમ્પરથી 126 કરોડની ટિકીટ વેચાઈ હતી.

(Photo-File)