Site icon Revoi.in

ખેડાઃ NH-47 અમદાવાદ-ઈન્દોર હાઇવે પર રોડ સેફટીને ધ્યાને રાખી ગેરકાયદેસર કટ બંધ કરાશે

Social Share

અમદાવાદઃ ખેડા જિલ્લા કલેકટર કે. એલ .બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટીની મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ વર્ક ઝોનના રોડ સેફટી એન્ફોર્સમેન્ટ ઓફિસર ઋત્વિજા બેન દાની દ્વારા ખેડા જાન્યુઆરી 2023 થી જૂન 2023ના માસ વાર જિલ્લામાં બનેલ કુલ અકસ્માત, ફેટલ અકસ્માતની  વિગતો, વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન, ઇમ્પ્લીમેંટેશન અને મેઇન્ટેનન્સ કામગીરી, ટ્રાફિક સિગ્નલ સ્પોટ, છીપલી અને ખાત્રજ રોડ સેફ્ટી, પબ્લિક પાર્કિંગ, બ્લેક સ્પોટ, અંગેની માહિતી પ્રેઝન્ટેશન સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. પ્રેઝન્ટેશન અન્વયે  જિલ્લા કલેકટરએ સંબંધિત અધિકારીઓને જિલ્લામાં રોડ સેફટી અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચન કર્યું હતું. 

કલેકટર કે. એલ. બચાણી દ્વારા NH-47 અમદાવાદ ઈન્દોર હાઇવે પર રોડ સેફટીને ધ્યાને રાખી હાઈવે પરના ગેરકાયદેસર કટ બંધ કરવા તેમજ અકસ્માત સંભવિત વિસ્તારમાં જરૂરી સાઈનેજિસ બોર્ડ મૂકવા સૂચન કર્યું હતું. ઉપરાંત અમદાવાદ ઇન્દોર હાઇવે તેમજ અમદાવાદ- વડોદરા હાઇવે પર થયેલ રોડ સેફ્ટી અંગેની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત બ્લેક સ્પોટના અનુસંધાને જરૂરી રબર સ્ટેમ્પ, સ્પીડ બ્રેકર અને સાઈનીંગ બોર્ડ વગેરે મૂકવા સૂચન કરવામાં આવ્યું હતું.

વધુમાં કલેકટરશ્રીએ રોડ સેફ્ટી પેરામીટરનું એક ચેકલીસ્ટ ફોરમેટ બનાવવા, તેમજ રસ્તામા પડતા ભુવા અને ખાડા પુરવા સંબધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી. તથા રસ્તા પર ઢોર દ્વારા થતો ટ્રાફિક દુર કરવા અને નગરપાલિકા વિસ્તારોમાં કેચપીટની નિયમીત સફાઇ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ઉપરાંત આ બેઠકમાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા 15-5-2023 થી 15-8-2023 ના માસ વાર ટ્રાફિક અંગે અકસ્માત, ફેટલની વિગતો, તેમજ જિલ્લામાં કરવામાં આવેલ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામની કામગીરી અંગેની માહિતી પ્રેઝન્ટેશન સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી.