Site icon Revoi.in

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સઃ 9 મેડલ જીતીને ગુજરાત વિજેતાઓની યાદીમાં 17માં ક્રમે

Social Share

નવી દિલ્હીઃ હાલ ખેલોડ ઈન્ડિયા યુથ ગેમ્સમાં દેશના અનેક ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે અને આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના ખેલાડીઓએ અત્યાર સુધીમાં લગભગ 9 જેટલા મેટલ જીત્યાં છે. મેડલ વિજેતાની યાદીમાં પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર, બીજા ક્રમે હરિયાણા અને ત્રીજા ક્રમે મધ્યપ્રદેશ છે. ગુજરાત મેડલ ટેલીમાં 17માં ક્રમે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં ગુજરાતના ખેલાડીઓએ 9 મેડલ જીત્યા હતા. એથ્લેટિક્સમાં પણ ખેલાડીઓએ મેડલ જીત્યા છે. 1 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ મેડલ ગુજરાતના ખેલાડીઓ જીત્યા છે. ગોલ્ડ મેડલ વિજેતાઓમાં, સોનમે 2000 મીટર સ્ટીપલ ચેસમાં રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.

ભારત સરકારની ખેલો ઈન્ડિયા પહેલ હેઠળ આ ફ્લેગશિપ ઈવેન્ટની પાંચમી સિઝન છે, જેનું આયોજન દેશમાં પાયાના સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે. 23 ગોલ્ડ, 30 સિલ્વર અને 25 બ્રાન્ઝ સહિત 83 મેડલ સાથે મહરાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. જ્યારે 23 ગોલ્ડ, 18 સિલ્વર અને 15 બ્રેન્ઝ સહિત 56 મેડલ હરિયાણાએ જીત્યાં છે. આવી જ રીતે મધ્યપ્રદેશે 23 ગોલ્ડ, 13 સિલ્વર અને 20 બોન્ઝ મળીને 56 મેડલ જીત્યાં છે. આવી જ રીતે રાજસ્થાને 28, ઓડિસાએ 22, પશ્ચિમ બંગાળએ 22, તમિલનાડુએ 23, ઉત્તરપ્રદેશએ 26, દિલ્હીએ 23 અને પંજાબએ 15 મેડલ જીત્યાં છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે, તેમજ વિવિધ રમતોમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમ છતા ગુજરાત ખેલો ઈન્ડિયામાં ટોપ-10માં સ્થાન નથી મેળવી શક્યું.