Site icon Revoi.in

કિચન ટીપ્સઃ સ્વાદીષ્ટ મસાલેદાર ગુંદા અને કાચી કેરીનું શાક

Social Share

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો કેરીનો સ્વાદ માણી રહ્યાં છે. ભોજનમાં કાચી કેરી અને મસાલેદાર ગુંદાનું કોમ્બિનેશન સ્વાદિષ્ટ લાગે છે. ત્યારે આજે આપણે કાચી કેરી- ગુંદાનું સ્વાદીષ્ટ અને આરોગ્ય માટે ફાયદાકારક શાક બનાવતા શિખીશું.

500 ગ્રામ ગુંદા

1 કપ છીણેલી કાચી કેરી

અડધો કપ ચણાનો લોટ

1 ચમચી મરચા પાવડર

1 ચમચી હળદર

અડધી ચમચી ગરમ મસાલો

1 ચમચી ખાંડ

1 ચમચી રાઈ

1 ચમચી જીરુ

1 ચમચી લીંબુ રસ

1 પરી તેલ

મીઠુ સ્વાદ અનુસાર

સૌ પ્રથમ ગુંદાને સાફ કરીને અંદરથી ઠડીયા દુર કરો. હવે ચણાનો લોટમાં મીઠુ, હળદર, લાલ મરચાનો પાવડર, ગરમ મસાલો, લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને તેને મિક્સ કરો. આ તૈયાર થયેલો મસાલો ગુંદામાં ભરીને 15 મિનિટ સુધી બાફવા મુકો. મસાલો ભરેલા ગુંદા સારી રીતે બફાય જાય ત્યારે એક કડઈમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે અંદર રાઈ, જીરુ અને છીણેલી કાચી કેરી નાખીને સાંતળી લો. જે બાદ તેમાં મલાસા ભરેલા ગુંદા ઉમેરીને પાંચ મિનિટ સુધી ધીમા તાપ ઉપર ચડવા દો. જે બાદ તેને સર્વ કરો. મસાલેદાર ગુંદા અને કાચી કેરીનું શાક રોટલી, પરોઠા અને રોટલા સાથે વધારે સ્વાદીષ્ટ લાગશે.