Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- લીલા વટાણામાંથી તમે અવનવા શાક બનાવ્યા હશે પણ હવે ટ્રાય કરો આ સરસ મજાનો નાસ્તો

Social Share

સાહિન મુલતાની-

શિયાળાની સિઝનમાં લીલા વટાણા માર્કેટમાં ખૂબ આવે છે જેમાંથી આપણે અવનવી વાનગીઓ બનાવીએ છીએ જો કે આજે એક અલગ જ પ્રકારનો વટાણાનો નાસ્તો બનાવીશું. કદાચ આજથઈ પહેલા તમે ક્યારેય આ વનાસ્તો ટ્રાય નહી કર્યો હોય.

સામગ્રી

3 કપ – લીલા વટાણા ( પાણીમાં 4-5 મિનિટ ઉકાળઈને નિકારી લેવા)
સ્વાદ પ્રમાણે – મીઠું
પા ચમચી – હરદળ
2 ચમચી – લાલ મરચાનો પાવડર
2 ચમચી – કોર્ન ફ્લોર
4 ચમચી – બેસન
2 ચમચી – ચાટ મલાલો
તળવા માટે – તેલ

સૌ પ્રથમ લીલા વટાણાને પાણીમાં ઉકાળઈલો ત્યાર બાદ તેને કોરા કરીલો, હવે તેને એક વાસણમાં લઈલો

આ વાસણમાં વટાણામં હવે હરદળ, મીઠું ,લાલ મરચું, કોર્ન ફ્લોર અને બેસન નાખીને બરાબર મિક્સ કરીદો,

જો વટાણાના દાણા પર લોટ ન ચીપકતો હોય તો થોડુ પાણી એડસ કરી શકો છો.એ રીતે પાણી નાખવું કે વટાણા પર લોટ કોટિન થઈ જાય

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખીદો, હવે કઢાઈમાં તેલ ગરમ થાય એઠલે વટાણાને છૂઠ્ઠા છૂઠ્ઠા કઢાઈમાં નાખીને બ્રાઉન ક્રિસ્પી થાય તે રીતે તળઈલો

હવે આ વટાણાને પેપર પર કાઢીલો જેથી કરીને વધારાનું તેલ સોષાઈ જાય ત્યાર બાદ તેના પર ચાટ મસાલો છાંટી દો તૈયાર છે બેસન વાળા ક્રિસ્પી વટાણા