Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- જો તમારે રોટલા ખાવા છે પણ બાજરી નથી ભાવતી તો ચોખાનો આ રીતે બનાવો રોટલા

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે પંજાબી શાકથી લઈને દરેક ગ્રેવી વાળા શાકમાં રોટલી કે રોટલા ખાતા હોઈે છીે જો કે આજે રાઈસના પુડલાની રેસિપી જોઈશું જે તમારા શાકનો સ્વાદ બમણો બનાવશે, જ્યારે તમને રોટલી નથી ખાવી અને રાઈસ શાક ખાવા છે તો આ પુડલા ટ્રાય કરી શકો છો.તેમાં રાઈસ હોવાથી પેટ ભરાય જાય છે અને નવો ટેસ્ટ માણવા મળે છે.

સામગ્રી 

ચોખાના રોટલા બનાવવાની રીતઃ- સૌ પ્રથમ  હવે એક તપેલીમાં 3 કપ પાણી ગરમ કરવા રાખો, આ પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠૂં, અજમો, જીરું અને જીણા કતરેલા મરચાણીની કતરણ નાખીને આ પાણીને 5 મિનિટ બરાબર ઉકાળી લો, હવે એક મોટા વાસણમાં 2 કપ ચોખાનો લોટ લો, હવે આ  મસાદા વાળા પાણીને ચોખાના લોટમાં ઘીરે ઘીરે એડ કરતા જાઓ અને ચમચા વડે આ લોટને બરાબર મિક્સ કરતા રહો,લોટમાં કણી ન રહે તે રીતે બરાબર પાણી અને લોટને મિક્સ કરતા રહો, આ રીતે લોટની નરમ કણક તૈયાર કરીલો, તો હવે તૈયાર છે ચોખાના લોટની કણક.

હવે એક પ્લાસ્ટિક પર આ ચોખાના રોટલાને હાથ વડે થાપીને પાતળા પાતળા વણીલો, હાથથી જ વણવા, કારણ કે ચોખાનો લોટ નરમ હોય છે જેથી વેલણ ફેરવવાથી ચોંટી શકે છે,હવે આ રીતે રોટલા તૈયાર કરીને તેને રોટલીની જેમ જ આછા તેલમાં ઘીમા ગેસ પર તળીલો, ધ્યાન રાખો આ રોટલાને શેકાતા અને તળતા વાર લાગે છે.એચલે ઘીમી આચં પર તેને થવા દેવા. તેલનો ઉપયોગ પણ કરવો. તૈયાર છે ચ્હા સાથે ખાવા માટે ટેસ્ટિ સ્વાદિષ્ટ ચોખાના રોટલા.આજે જ ટ્રા. કરો માત્ર 10 મિનિટચમાં આ હેલ્ધી નાસ્તો તૈયાર થી જશે જે તનમારી સવારને સુંદર હેલ્ધી અને ટેસ્ટિ પણ બનાવશે.