Site icon Revoi.in

કિચન ટિપ્સઃ-લોંગ ટાઈમ સુધી બગડે નહી તેવા થેપલા બનાવા હોય તો એક વાર વાંચીલો આ સૌથી ઈઝી રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

થેપલા ગુજરાતીઓની પ્રિય વાનગી થે પ્રવાસ હોય કે ઘરમાં સવારનો નાસ્ચોહોય સૌ કોઈના પ્રિય હોય છે મેથીના થેપલા ,જો કે ઘણા લોકોને વિચાર આવતો હશે કે લોંગ ટાઈમ સાચવી શકાય અને બગડે નહી તો આજે જોઈએ ત્રણ લેટને મિક્સ કરીને આ થેપલા બનાવાની સૌથી સરળ રીત

સામગ્રી

સૌ પ્રથમ બાજરીનો લોટ,ઘઉંનો લોટ અને બેસનને એક મોટા વાસણમાં લો, હવે તેમાં મોણ માટે તેલ, તલ ,અજમો,હરદળ.મીઠું મેથીની ભાજી,આદુમરચા લસણની પેસ્ટ,લીબુંનો રસ અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરો.

હવે તેમાં તેમાં જરુર પ્રમાણે પાણી નાખીને કણક તૈયાર કરીલો, કણકનેકડક રાખવી તે ખાસ ઘ્યાન આપવું નહી તો થેપલા થપાશે નહી.

હવે આ કણકમાંથી એક સરખા લૂઆ તૈયાર કરીલો, ત્યાર બાદ એક પ્લાસ્ટિકની બેગ પર આ થેપલા વેલણ વડે વણીલો

હવે તવીમાં આછુ તેલ નાખીને થેપલાને બન્ને બાજુથી બરાબર તળીલો,ઘીમી ગેસની આંચ પર તળવા તેથી થેપલા કાચા ન રહે.

હવે તૈયાર છે તમારા બહારથી ક્રિસ્પી અંદરથી સોફટ ટેસ્ટિ અને હેલ્ધી મેથી અને બાજરીના લોટના થેપલા