Site icon Revoi.in

કિચન ટીપ્સઃ- બટાકાનું રસા વાળું શાક ખાઈ ને કંટાળ્યા છો તો હવે પાણી વિનાનું તેલમાં જ બનાવો બટાકાનું ગ્રીન શાક

Social Share

સાહિન મુલતાનીઃ-

બટાકા એવી વસ્તુ છે જે દરેક શાકભાજી સાથે ભળી જાય છે આ સાથે જ બટાકાના પણ એલગ એલગ શાક બને છે.પણ આજે આપણે બટાકાનું માત્ર ગ્રીન શાક બનાવાની રીત જોઈશું તે પણ માત્ર તેલમાં બનાવીશું.

સામગ્રી

500 ગ્રામ – બટાકા
3 ચમચી – લીલા મરચા લસણની પેસ્ટ
સ્વાદ પ્રમાણે – હરદળ
સ્વાદ પ્રમાણે – મીઠું
અડધી ચમચી – રાય
અડધી ચમચી – જીરું
લીલા ઘાણા – થોડા જીણા સમારેલા
3 ચમચી – તેલ

સૌ પ્રથમ બટારાની છાલ કાઢીલો અને એક બટાકામાંથી ચાર ચીરી પાડી તેને જીણા જીણા ચોરસ સમારીલો.

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી રાય ફોડીલો અને જીરુ લાલ કરી દો

હવે રાય જીરામાં લીલો મસાલો, હરદળ અને મીઠુ એડ કરીલો,

હવે બટાકાને પાણીમાં ઘોઈને કઢાઈમાં નાખીદો.

હવે બટાકાને તેલમાં બરાબર તવીથા વનડે મિક્સ કરીદો

હવે કઢાઈને ટાઈટ ઢાકણ ઠાકીને ગેસની ફ્લેમ ઘીરી કરીદો, આ રીતે બટાકાને 10 મિનિટ ચઢવાદો, 10 મિનિટ બાદ ઢાકણ ખોલીને જોઈલો કે બટાકા ચઢી ગયા છે કે નહી જો ચઢી ગયા હોય તો ગેસ બંધ કરીલો અને ન ચઢ્યા હોય તો વધુ 5 મિનિટ થવાદો

ત્યાર બાદ ગેસ બંધ કરીને લીલા ઘાણા સમારેલા નાખઈદો તૈયાર છે તળેલા ગ્રીન બટાકાનું શાક