Site icon Revoi.in

 કિચન ટિપ્સઃ- ઘઉંની રોટલીમાંથી બનાવો આ ટેસ્ટી ચીઝી અને ઈઝી બાળકોને ભાવતા પોટેટો પોકેટ

Social Share

સાહિન મુલતાનીઃ-

નાના બાળકો રોટલી ખાવામાં ખૂબ જ આનાકાની કરતા હોય છે જો કે બાળકોને રોટલીમાં વેજીસ કે ચિઝનું સ્ટફિંગ કરીને રોલ વાળી ને કે પોકેટ બનાવીને કે ફ્રેન્કી બનાવીને ખવડાવવામાં આવે તો બાળકો હોંશે હોંશે ખાઈ લે છે,આજે આવાજ પોટેટો ચિઝ પોકેટલ રોટલી ઘંઉનીમાં બનાવીશું તો ચાલો જોઈએ ઈઝી અને ચીઝી આ રેસિપી

સામગ્રી 4 નંગ પોકેટ બનાવવા માટે

સૌ પ્રથમ એક કઢાઈ લો તેમાં તેલ ગરમ કરીને જીરુ લાલ કરીદો

હવે આ તેલમાં સમારેલા મરચા એડ કરીદો અને મીઠુ ,ડુંગળી તથા કેપ્સિકમ મરચા નાખીને 1 મિનિટ સાતળીલો,

ત્યાર બાદ આ મસાલામાં મેગી મસાલો અને મેષ કરેલા બટાકા એડ કરીને ચમચા વડે બરાબર મિક્સ કરીલો

હવે ગેસ બંઘ કરી કઢાઈને નીચે ઉતારીલો ત્યાર બાદ તેમાં લીલા ઘાણા એડ કરીને ફરી મિક્સ કરીલો

હવે એક રોટલીને પાટલી પર રાખો ત્યાર બાદ તેની વચો વચ્ચમાં ટામેટા કેચઅપ લગાવો ત્યાર બાદ માય.ોનિઝ ચિઝ લગાવો

હવે તેના પર બટાકાનું તૈયાર કરેલું સ્ટફિંગ એડ કરીને ઉપર મોઝરેલા તિઝ સ્પ્રેડ કરીદો

હવે ચારે બાજુથી રોટલીને વાળીલો અને પોકેટ સાઈઝમાં કવર કરીલો

ટૂથ પિકની મદદ વડે આ પોકેટને સિલ કરીદો

હવે એક પેઈનમાં તેલ ગરમ કરવા રાખો તમે ઈચ્છો તો દેશી ઘી અથવા તો બટર પણ યૂઝ કરી શકો છઓ હવે તેમાં પોકેટ રાખઈને બન્ને બાજુ ક્રિસ્પી થાય તે રીતે તેને તળીલો તૈયાર છે ચિઝી પોટેટો પોકેટ