Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- વરસાદની સિઝનમાં બનાવો બટાકા અને કેપ્સિકમના આ ગરમા ગરમ ભજીયા

Social Share

હવે વરસાદની સિઝન શરુ થી ચૂકી છે સાંજ પડતાની સાથે જ નાસ્તામાં કંઈક ગરમાગરમ ખાવાનું મન થાય છે તો આજે વાત કરીશું કેપ્સિકમ અને બટાકાના પકોડાની.

સામગ્રી

પકોડાનું ખીરું બનાવા માટે

ખીરું બનાવાની રીત – એક મોટા બાઉલમાં બેસનને ચારણી વડે ચારીલો, હવે તેમાં મીઠું ,મરચાની પેસ્ટ હરદળ અને સોડાખાર નાખીને ઘીરે ઘીરે પાણી એડ કરતા જાવ અને બરાબર મિક્સ કરતા જાવ આમ આ રીતે કેપ્સિકપ પર ચોંટી જાય તેવું ઘટ્ટ ખીરું તૈયાર કરીલો, હવે આ ખીરા પર ઢાંકણ ઢાકીને રહેવાદો.

સ્ટફિંગની સામગ્રી

હવે પહેલા તો કેપ્સિકમ મરચાને પાણીવડે બરાબર ઘોઈલો અને તેની ઉપરનું ડિચૂં કાઢીને અંદરથી બધો બી કાઢીલો, હવે એક કેપ્સિકમ મચમાંથી ઓછામાં ઓછી 4 રિંગ કટ કતરીલો,

હવે સ્ટફિંગ બનાવાની રીત

એક બાઉલમાં બટાકા મેશ કરેલા લો, તેમાં મીઠું, હરદળ,ચીલી ફ્લેક્સ વરિયાળી અને સુકા ઘાણા(બન્નેને ખાંડણીમાં વાટીલેવા) અને લીલા ઘાણા એડ કરો હવે આ સ્ટફઇંગને બરાબર મિક્સ કરીવલો. ત

હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખી દો

હવે જે કેપ્સિકમની રિંગ તૈયાર કરી છે તેમાં બટાકાનું આ સ્ટફિંગ ભરો અને આ રીતે બધીજ કેપ્સિકમની રિંગમાં બટાકાનો મસાલો ભરી દો .

હવે બેસનના ખીરામાં કેપ્સિકમને બોળીને ભર તેલમાં તળી લો, તૈયાર છે કેપ્સિકમ બટાકાના પકોડા જે તમે સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.