Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- પનીર વગર જ દૂધ અને બેસનમાંથી બનાવો આ મસાલા પનીર ટિક્કા, જોઈલો એકદમ ઈઝી છે રેસિપી

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે સૌ કોઈએ પનીર ટિક્કા તો ખાધા જ હશે જો કે આજે પનીર વગરના મસાલેદાર પનીર ટિક્કા બનાવતા શીખીશું, જેમાં દૂધની જરુર પડશે પરંતુ પનીરની જરુર નહી હોય આ સાથે જ એ રેસિપીને બનાવવામાં ઓછી મહેમન લાગશે તો ચાલો જોઈએ આ નાસ્તો બનાવાની રીત

સામગ્રી

1 લીટર દૂધ
2 કપ – બેસન
2 ચમચી – તેલ
1 ચમચી – જીરું
3 ચમચી – ચીલી ફ્લેક્સ
2 ચમચી – ઓરેગાનો
2 ચમચી – આદુ લસણની પેસ્ટ
2 ચમચી – લીલા ઘાણા
સ્વાદ પ્રમાણે – મીઠું
તળવા માટે તેલ

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરીને જીરું લાલ કરો, હવે તેમાં આદુ લસણની પેસ્ટ પણ સાંતળીલો હવે ત્યાર બાદ તેમાં દૂધ એડ કરીદો

હવે દૂધનો ઊભરો આવવો દો, દૂધ ઉકળે એટલે તેમાં ચીલી ફ્લેક્સ, મીઠું અને ઓરેગાનો એડ કરીને 1 મિનિટ ઉકાળી લો.
હવે દૂધની અંદર ઘીરે ઘીરે બેસન એડ કરતા જાવો અને બરાબર ફેરવતા જાઓ

હવે બધુ બેસ એડ થી જાય એટલે ગેસની ફઅલેમ ઘીરી રાખઈને બરાબર બેસન દૂધ ઘટ્ટ થાય ત્યા સુધી થવાદો

હવે આ બેસનને એક ડિશમાં તેલ લગાવીને સુખડીની જેમ થાબડીદો

હવે 10 મિનિટ બાદ ઠંડુ થયા બાદ તેના પનીર શેપમાં પીસ પાડીલો

હવને એક પેન ગરમ કરો અને તેમાં તેલ એડ કરો તેલ થાય એટલે આ બેસનના ટૂકડાઓ અંદર રાખઈને સેલો ફ્રાઈ કરીદો, આ ટૂકડાઓ બન્ને બાજૂ બ્રાઉન થાય તે રીચે સેલો ફ્રાય કરો તૈયાર છે પનીર વગરના પનીર ટિક્કા