Site icon Revoi.in

કિચન ટિપ્સઃ બાળકો માટે હવે ઘરે જ બનાવી દો આ ટેસ્ટા ઘંઉના લોટમાંથી બનતો મકાઈ પુડલાનો નાસ્તો

Social Share

 

સાહિન મુલતાનીઃ-

નાના બાળકોના નાસ્તા માટે રોજે રોજ ગૃહિણીઓ માથાકૂટ કરવી પડે છે એક તો બાળક સબજી ખાતું હોચું નથી આવી સ્થિતિમાં અવનવા નાસ્તા બાળકો માટે બનાવીને બાળકને ખુશ કરી શકાય છે સાથે બાળકનું પેટ પણ ભરાય છે આજે એવો જ એક નાસ્તો બનાવીશું,

સામગ્રી

સૌ પ્રથમ બ્રેડના નાના નાના ટૂકડાઓ કરીલો ત્યાર બાદ તેમાં ચમચી વડે દૂધ એડ કરીને હાથ વડે બરાબર મસળીને મિક્સ કરીલો બ્રેડની એક કણક તૈયાર થાય તે રીતે દૂધ એડકરીને મિક્સ કરવું

હવે આ બ્રેડમાં ઘંઉનો લોટ, કેપ્સિકમ મરચા, લીલા ઘાણા, સ્વાદ પ્રમાણે મીઠું, હરદળ, ચીલી ફ્લેક્સ, ડુંગળી, લીલા મરચા, મરી પાવડર, મકાઈના દાણા એડ કરીને હાથ વડે બરાબર મિક્સ કરીને એક લોટની કણક જેવું તૈયાર કરો,હવે તેને ઢાંકીને 5 મિનિટ રહેવા દો,ત્યાર બાદ આ કણક પર તેલ લગાવીને બરાબર કરીલો

હવે રોટલી વણવાની પાટલી લો તેના પર આ કણકમાંથી એક ચોરસ સાઈઝમાં થીક અટલે કે થોડો જાડો રોટલો વણીલો .

હવે આ ચોરસ પરાઠામાંથી લંબચોરસ પટ્ટીઓ કાપીલો, પહેલા વચ્ચેથી કટ કરીને બે ભાગ કરો ત્યાર બાદ તેમાંથઈ લાંબી લાંબી પટ્ટીઓની જેમ કટ કરીલો

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી આ પટ્ટીને બન્ને બાજૂ બ્રાઉન થાય તે રીતે તળીલો,આ વેજીસ પટ્ટીને બાળકોને નાસ્તામાં આપી શકો છો મહેમાન આવે ત્યારે પણ આ નાસ્તો બનાવી શકો છો ,અને જો તમારે વધુ સ્પાઈસી ખાવું હોય તો વધુ ચીલી ફ્લેક્સ પણ નાખઈ શકો છો, સાથે ટામેટા સોસ અને ગ્રીન ચટણી પર ખાઈ શકો છો.

Exit mobile version