સાહિન મુલતાની-
હાલ શિયાળો આવી ગયો છે ત્યારે આપણે સૌ કોઈને ભૂખ પમ વધારે લાગે છે,જો કે ભૂખની સાથે જે તે આરોગવા કરતા આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખવું જરુરી બને છએ,શિયાળામાં શિંગોડા ખાવા ગુણકારી હોય છએ તો આજે શિંગોડાના લોટની રાબ બનાવવાની ઈઝી રીત જોઈશું ,જે તમારી શરદી ખાસીને દૂર કરશે અને તમારું પેટ પણ ભરશે.
સામગ્રી – 1 વાટકો રાબ બનાવા માટેની
- 2 ચમચી – શિંગોડાનો લોટ
- 4 ચમચી – દેશી ઘી
- 1 વાટકો પાણી
- 100 ગ્રામ – જેટલો ગોળ
- 2 ચમટી – સૂંઠ
- 1 ચમટી – એલચીનો પાવડર
સૌ પ્રથમ એક વાટકો પાણી લો તેમાં ગોળ નાખીને ગોળને ઓગાળીલો, ઓગ પુરેપુરો ઓગળે તે રીતે ઓગાળો.
હવે એક કઢાઈ લો , આ કઢાઈમાં ઘી લો ઘી ગરમ થાય એટલે તેમાં શિંગોડાનો લોટ નાખીને થોડો બ્રાઉન લોટ થઈ જાય ત્યા સુધી શકેલી, શેકતા વખતે સુંગધ આવવી જોઈએ તે રીતે શેકો નહી તો લોટ કાચો રહી શકે છે.
હવે લોટ શેકાય જાય એઠલે ગોળ વાળું પાણી તેમાં ઘીરે ઘીરે એડ કરતા જાવ અને ચમચા વડે બરાબર મિક્સ કરતા રહો. ધ્યાન રાખો રાબડીમાં ગઠ્ઠાઓ ન પડવા જોઈએ.
હવે ગેસની ફ્લેમ ઘીરી કરીને રાબડી ઘટ્ટ થાય ત્યા સુધી નીકાળીલો, હવે તેમાં એલચીનો પાવડર અને સૂંઠ પણ એડ કરીદો તૈયાર છએ તમારી ગરમા ગદરમ રાબડી, જેને તમે સાંજના નાસ્તામાં કે સવારના નાસ્તામાં પી શકો છો.