Site icon Revoi.in

કિચન ટિપ્સ – હવે જુવાર ના લોટ ના ખાટ્ટા મીઠ્ઠા ઢેબરા તદ્દન ઓછી સામગ્રીમાં બનાવવા હોઈ તો આ રીત જોઈલો

Social Share

થેપલા કે ઢેબરા આપણા ગુજરાતીઓનો મેન ખોરાક છે નાસ્તો હોય કે પ્રવાસ દરમિયાન ખાવાનું સાથે લઈ જવું હોય દરેક લોકો થેપલા અને ઢેબરાને પ્રાઘાન્ય આપે છે આજે જુવારના લોટના ઞેબરા બનાવાની રીત જોઈશુનં જે સ્વાદમાં ખાટ્ટા મીઠા હોય છે 4 5 દિવસ સુઘી તેને સાચવી શકાય છે સાથે જ બનાવામાં ખૂબ જસરળ અને ઓછી મહેનત લાગે છે.તો ચાલો જોઈએ એ દેશી રીતે ઢેબરા બનાવાની રીત.

 

સામગ્રી

ઢેબરા બનાવાની સરળ સીઘી રીત

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં જુવારનો લોટ લઈલો

હવે આ લોટમાં આદુ મરચાની પેસ્ટ, મીટું ,હરદળ,4 ચમચી તેલ, ખાંડ અને લીંબુનો રસ એડ કરીને હાથ વડે બરાબર મિક્સ કરીદો

ત્યાર બાદ આ મિશ્રણમાં છીણેલી દુઘી એડ કરીદો

હવે જોઈતું જોઈતું દહી નાખતા જાઓ અને તદ્દન નરમ હાથ વડે પાથરી શકાય તે રીતનો લોટ તૈયાર કરો

હવે જ્યારે લોટ તૈયાર થઈ જા એટલે પાટલી પર એક પ્લાસ્ટિકની બેગ લો ત્યાર બાદ જુવારના લોટમાંથી એક લૂઓ લઈલો અને અને પ્લાસ્ટિકની કોથળી પર  પ્રસરીને તેમાંથઈ ઢેબરા (થેપલા ) તૈયાર કરો

હવે આ ઢેબરાને તવી પર તેલમાં બન્ને બાજુ પાકી જાય તે રીતે કાચા ન રહે તે રીતે તળીલો તૈયાર છે જુવારના લોટના સરળ રીતે બનતા ઢેબરા

આ ઢેબરા લસણની ચટણી સાથે સર્વ કરી શકાય છે.